Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણીતી ન્યુઝ ચેનલ બીબીસીએ શશી કપૂરના નિધનના સમાચાર આપતી વખતે ગોટાળો કર્યો

- જોકે ભૂલ માલૂમ પડતાં જ તરત માફી માંગી લીધી

મુુંબઇ,તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

સોમવારે સાંજના પીઢ અભિનેતા શશી કપૂરના અવસાનના સમાચાર આપતી વખતે જાણીતી ન્યુઝ ચેનલ બીબીસીએ ગોટાળો કર્યો હતો. જોકે પાછળથી તેમને પોતાની ભૂલ સમજાતા માફી માંગી હતી.

બીબીસી ચેનલ શશી કપૂરને ઓળખી શકી નહોતી. જોકે અભિનેતાની લોકપ્રિયાતને ધ્યાનમાં લઇને સમાચાર આપ્યા હતા. એ વખતે તેમણે શશી કપૂરની તસવીરને બદલે અમિતાભ બચ્ચન અને રિશી કપૂરનું ક્લિપિંગસ દેખાડયું હતું. જોકે તેમને તેમની ભૂલ સમજાતા તેમણે માફી માંગી હતી.
શશી કપૂરે બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું તે તો સહુ જાણે છે. પરંતુ અભિનેતાએ હોલીવૂડની ૧૯૯૮ની ફિલ્મ સાઇડ સ્ટ્રીટ અને ૧૯૯૬ની ગુલીવર્સ ટ્રાવેલસમાં પણ કામ કર્યું હતું.

ભારતીય તેમજ વિદેશી ન્યુઝ ચેનલોએ તેમના અવસાનને શ્રદ્ધાજંલી આપી હતી. બીબીસી ચેનલ શશી અને અમિતાભને ઓળખવામાં ગોથું ખાઇ ગયા હતા. શશીના એક ચાહકે આ જોતાં જ ટ્વિટર પર આ રેકોર્ડિંગની ટીપ્પણી કરી ને નારાજગી વ્યક્ત કરી હતી. જે પછી બીબીસી ચેનલના ન્યુઝ એડિટરે ટ્વિટ કરીને પોતાની ભૂલની માફી માગી હતી.
 

Post Comments