Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી નારાયણ સિંઘ સાજિદ નડિયાદવાલા સાથે ફિલ્મ બનાવશે

-સાજિદની જુડવા ટુ તાજેતરમાં સુપરહિટ નીવડી હતી

-સાજિદે નવી ફિલ્મની તડામાર તૈયારી શરૃ કરી

મુંબઇ તા.૧૦

 ટોચના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ટોયલેટ એક પ્રેમકથા જેવી સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર શ્રીનારાયણ સિંઘ સાથે એક નવી ફિલ્મ શરૃ કરવાની જાહેરાત કરી હતી .

તાજેતરમાં રજૂ થયેલી સાજિદ નડિયાદવાલાની ડેવિડ ધવન નિર્દેશિત ફિલ્મ જુડવા ટુએ ૧૩૮ કરોડનો બિઝનેસ કરતાં સ્વાભાવિક રીતેજ નવી ફિલ્મ બનાવવાના સાજિદના ઉત્સાહમાં વધારો થયો હતો. એ શ્રીનારાયણ સિંઘ ઉપરાંત પોતાના અન્ય નિર્દેશકો નીતેશ તિવારી (દંગલ ), સાકેત ચૌધરી (હિન્દી મિડિયમ ) અને શ્રીનારાયણ સિંઘ (ટોયલેટ એક પ્રેમકથા) સાથે નવી ફિલ્મો બનાવવાની યોજના અમમાં મૂકી રહ્યા હોવાની જાણકારી મળી હતી.

આ સમાચારને સમર્થન આપતાં શ્રીનારાયણ સિંઘે કહ્યું કે હા, મને સાજિદ નડિયાદવાલાએ એની એક ફિલ્મ માટે જવાબદારી સોંપી છે. આ એક લવ સ્ટોરી હશે. હું એની સ્ક્રીપ્ટને આખરી ટચ આપી રહ્યો છું. એકવાર સ્ક્રીપ્ટ ઓક્કે થઇ જાય પછી અમે ફિલ્મને ફ્લોર પર લઇ જઇશઉં અને ત્યારે કલાકારો વગેરે વિગતો પણ જાહેર કરીશું. ત્યાં સુધી વેઇટ એન્ડ વૉચ.

તેમણે વધુમાં એવી માહિતી આપી હતી કે ટોયલેટ એક પ્રેમકથાની જેમ આ લવ સ્ટોરીમાં પણ એક સંદેશો છૂપાયેલો હશે. દરમિયાન, હાલ શ્રી નારાયણ સિંઘ પોતાની શાહિદ કપૂર સાથેની ફિલ્મની તૈયારીમાં પડયા છે. દેશમાં ઠેર ઠેર થઇ રહેલી વીજળી ચોરીની કથા ધરાવતી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં શાહિદ કપૂર મુખ્ય રોલ કરી રહ્યો છે.

Post Comments