Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાહ્નવી માટે ઇશાને બાલકનીમાંથી જમ્પ માર્યો

-બંને કરણ જોહરની ધડક ફિલ્મ કરી રહ્યાં છે

-આ કોઇ ફિલ્મી સ્ટંટ નહોતો, વાસ્તવિકતા હતી

મુંબઇ તા.૯

 હોનહાર અભિનેતા ઇશાન ખટ્ટરે તાજેતરમાં પોતાની હીરોઇન સુધી ઝડપભેર પહોંચવા ઉપલા માળની બાલકનીમાંથી સીધો ઠેકડો માર્યો હતો.

હાલ આ બંને કરણ જોહરની ધડક ફિલ્મ સાથે કરી રહ્યાં છે. બંને જણ પોતાનાં દ્રશ્યો અને ગીતોના ભરપુર રિહર્સલ્સ કરે છે. ઇશાન પોતાની જિમમાં હતો ત્યારે એને લેવા જાહ્નવી આવી હતી. જાહ્નવીને વધુ વાટ જોવી ન પડે એ માટે ઇશાને લિફ્ટની વાટ જોયા વિના કે દાદર ઊતરવાની મહેનત કર્યા વિના જિમની બાલકનીમાંથી સીધો નીચે ઠેકડો માર્યો હતો. એ જોઇને ત્યાંથી પસાર થનારા ઘણા લોકોને નવાઇ લાગી હતી.

જો કે ત્યાં પાપારાઝી મિડિયામેન પણ હાજર હતા. એમાંના એક ફોટોગ્રાફરે આ વાસ્તવિક સ્ટંટને ઝડપી લીધો હતો. આ ઘટનાના સાક્ષીએ કહ્યું હતું કે જાહ્નવી જિમની ઇમારતની નીચે આવી ચૂકી છે અને કારમાં પોતાની વાટ જુએ છે એવો ખ્યાલ આવતાં લિફ્ટની વાટ જોયા વિના કે દાદર ઊતર્યા વિના ઇશાને સીધો જિમની બાલકનીમાંથી જમ્પ માર્યો હતો. સદ્ભાગ્યે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

Post Comments