Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલાપીના સંવાદો

કલાપીએ લખેલા ચાર સંવાદ ૧) જેસલ અને તોરલ ૨) મેનાવતી અને ગોપીચંદ, ૩) જલંધર અને ગોપીચંદ અને ૪) ભતુંહરી અને વિક્રમ. ખુબ જ સમુદ્ધ છે. આ ચાર સંવાદોની હરોળમાં મૂકી શકાય એવા ઘણા સંવાદો ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયા નથી.

પ્રથમ લખાયો 'જેસલ અને તોરલ' પ્રસિદ્ધ અને પ્રચલિત લોકગીત.
'પાપ તારાં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,

બેલડી હું બૂડવા નહિ દઉં જાડેજા ! એમ તોરલ કે છે જી એ તોરલવાણી પર એનો પાયો મંડાયો છે.
તોરલના મુખમાંથી નીકળતા કેટલાક સંવાદો

'' તારાં પાપ પ્રભુ ધોશે. કંઈ ફિકર નહીં, ભાઈ, આવ, બેસ, પાપનો રંગ કાચો છે. ઇચ્છા હોય તો એક  ઘડીમાં તે ધોવાઈ જાય. ખોવાયેલા મેંઢાને આખા ટોળાને છોડી ભરવાડ જેમ શોધે છે તેમ પાપમાં ખોવાયેલાને પ્રભુનો સ્નેહ શોધી રહ્યો છે.''

''તું પાપને ફેંકી દેવા ઇચ્છે છે, તો ભૂતકાળના પાપી લૂંટારાને પણ તેની સાથે જ ફેંકી દે. કર્મમાત્રની પોટલીને ફેંકી દઈ ફરી બાળક બની મારી સાથે વાતો કરવા આવ.''

''પાપને જ બાળવા હોય તો પૂન્ય એકઠાં કરવાં પડે છે પણ જેસલ ! કર્મમાત્રને બાળી દે. એ તો એક

ક્ષણમાં બની શકે તેવી વાત છે.
કલાપી અનંત યુગનો તરનાર યોગી ?

'મોરલો મરત લોકમાં આવ્યો

મોરલા એવડા તે રૃપ ક્યાંથી લાવ્યો ?

- પૂર્વ સંચિત અનુસાર કોઈ સંન્યાસીનો જીવ રાજવીના ખોળામાં આવીને વસ્યો હોય તેમ કે એમના 'જલંધર અને ગોપીચંદ' એ સંવાદમાં ગોપીચંદનો જ જીવાત્મા વાસનાના નિતાન્ત નિર્મૂલ્ય પહેલા તેને છેલ્લી વાર ભોગવી લઈ ખપાવી નાખવા જાણે આવ્યો હોય.

કોઈ ચોવીસ વર્ષનો કાચો જુવાનડો નહીં પણ જનક- વિદ્રોહીનો આદર્શ સેવતો વિવેકી જ્ઞાાની ઘડીક તોરલ અને મેનાવતી અને ઘડીક જલંધર અને ભર્તહરી બનીને બોલતો જણાય.

'મેનાવતી- ગોપીચંદ'માં કથાનક એવું છેક ગૌડ. બંગાળના રાજા ગોપીચંદને રાણીઓ સ્નાન કરાવતી હતી. બરાબર એ વખતે ઝરૃખેથી પુત્રની અતિ સુંદર કાયાને જોતાં જ માતા મેનાવતીને પતિની આવી જ મનોહર કાયાનું સ્મરણ થયું.

આ સૌદર્ય પણ એક વખતે નાશ પામશે ? અમરત્વ પ્રાપ્ત કરેલ ગુરૃ જલંધરની જમાતમાં માતા, મેનાવતીએ ગોપીચંદના સુંદર શરીરને  અમરત્વ આપવાની લાલશાથી, ૧૮ વર્ષની યુવાનીમાં ગુરુ જલંધરને ભગવાં પહેરાવીને મોકલી આપ્યો છે.

સંવાદો :

ગોપીચંદ : પણ માં ! હું રાજા થવાનો પ્રયત્ન કરીશ

મેનાવતી : એ વ્યર્થ વાત ! જે યોગી બની શક્તો નથી એ રાજા બની શક્તો નથી.

ગોપીચંદ : પણ જે રાજા બની શક્તો નથી એ યોગી બની શકશે ?

મેનાવતી : હા, એમ બને છે : આ જ માળવાનો રાજા ભર્તુહરિ, રાજા બની શક્તો નહોતો. એ યોગી બની શક્યો હતો. રાજામાં અને યોગીમાં આટલો તફાવત છે. યોગી પ્રભુને માત્ર અનુસરે છે. ત્યારે રાજા પ્રભુને અનુસરીને બીજાને અનુસરાવે છે. યોગી થયા પછી રાજા થવાય છે.

ગુરુકૃપાથી ગોપીચંદ સમર્થ યોગી બને છે. અને અમરત્વ મેળવી ચૂક્યો છે. મેનાવતી માતા અને બારસો કુંવારી અને તેરસો પરણેલી એ રાણીઓનું મંડળ, સર્વે તો અનેક સૈકાઓ પહેલાં મૃત્યનુે માર્ગે સંચરી ચૂક્યા છે.

ગુરુ જલંધર જમાતને ગોપીચંદના દેશ ગૌડ બંગાલની રાજધાનીમાં લઈ આવે છે. અંચળામાં પાણી બાંધી લાવવાની કક્ષા સુધી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલો સદા યુવાન ગોપીચંદ પોતાની કોઈ પત્નીએ ભૂતકાળમાં બંધાવેલી વાવમાં પાણી ભરવા ઊતરે છે અને એક કાળે ધર્મપત્ની હતી એની આરસમય મૂર્તિ વાવમાં કોતરેલી નજર સામે દેખે છે.

યોગી પાસે ભૂતકાળ ખડો થાય છે, અને એ સાથે આત્મામાંથી યોગબળ વહી જવા માંડે છે. અને અંચળામાં પાણી ભરાતું નથી. અનંત કાળની શોધ નિષ્ફળ નીવડી એવો ભય યોગીને લાગે છે.

આ સંવાદના કેટલાક અંશો

ગોપીચંદ : એ કોઈ મિત્ર નહીં, મહારાજ પણ વૈરી મને સાદ કરે છે. હજુ યોગથી એ મને ખેંચી જવા માંગે છે. હું એને દૂર કરવા માગું છું પણ એ ખસતું નથી.

જલંધર : તે અનંતતા મેળવી તેમ તે પણ કોઈ અનંતતા મેળવી શકેલ મહાત્મા છે, બેટા, એમાં સામ્ય છે, તો તિરસ્કારી કાઢે છે કેમ ?

કંઈ ફિકર નહીં બેટા ! એ વાંછના હોય તો તેને પણ જરા વાર તો હૃદયથી ચાંપી લે. વાંછનાને પણ ન્યાય આપવો.

મે મેનાવતીને કહ્યું હતું કે ઉતાવળની જરૃર નથી. ગોપીચંદ અમર નથી, પણ ગોપીચંદનો આત્મા અમર છે. પણ તે પુત્રના લાવણ્યમય શરીરને અમરત્વ ઇચ્છતી હતી. એ ઇચ્છતી હતી તે તો બન્યું. પણ હું ઇચ્છતો હતો એ નહીં..

હું ઇચ્છતો હતો અમરત્ત્વ અને શાન્તિ સાથે મળવા જોઈએ... તને ખરી જરૃર હોત ત્યારે જલંધર મળી રહેત. વિશ્વ જલંધર જેવા અણુથી ભરેલું પડયું છે. તારી પ્રકૃતિ જ તેને શોધી લેત.
છેલ્લો સંવાદ 'ભર્તુહરિ અને વિક્રમ'

રાણી પિંગલાની ભંભેરણીથી નાના ભાઈ વિક્રમને દેશવટો આપનારા રાજા ભર્તુહરિ જ્યારે સત્ય જાણે છે ત્યારે પસ્તાય છે અને પછી વિરાગી બની સંસાર તજી જાય છે ''માળવાની પ્રજા દુ:ખી અને કંગાલ બની ગઈ છે, માટે આપ ફરી રાજ્યમાં પધારી તાજ ધારણ કરો.'' એવી વિનંતી કરવા વિક્રમ મહારાજા

મહાયોગી ભર્તુહરી પાસે જંગલમાં જાય છે.
યોગીરાજ કહે છે :

હું રાજા થવાને જન્મ્યો નહોતો પણ વિક્રમ, તું મને જેવો માનતો હતો તેવો સૌંદર્ય અને સ્નેહને અર્પનાર પણ ન હતો. હું સ્નેહી થવાને યોગ્ય જ ન હતો.

મારા માટે નિર્માયેલુ અમરફળ ત્યારે સ્નેહાંધ હું થી ચખાયું નહીં. છેવટે, તું તો એટલું જ જાણે છે કે મેં તે પિંગલાને ધર્યુ. પણ શૃંગારમાં અંધ બનેલી પિંગલાએ પોતાના શૃંગારને અમરત્વ ઇચ્છયું.

શૃંગાર સ્નેહ વિના અમર રહી શક્યો નહીં સ્નેહ વિનાના શૃંગારે દૈવી ફળને નશાના તામસી ઘેનમાં શેરીની એક વેશ્યાના ઘરમાં ફેંકી દીધું. સામાન્યાના હાથમાં એ ફળની કિંમત, સ્થૂળ ધાતુમાં આવી રહી. અને દ્વવ્ય પાચતું એ ફળ મારી પાસે ફરીથી આવ્યુ.

પિંગલાના સ્નેહની વાત ખુલ્લી ગઈ. બહેતર હતું ત્યારે , કે મારા સ્નેહસ્થાનને મારે તૃપ્તિ આપવી, પિંગલાનો હસ્ત તેના શૃંગાર સાથે જોડી દેવો. પરંતુ અહંકારે સર્વ ઊલટું જ કર્યું. પિંગલાના શૃંગારને મે હદપાર કર્યો.

એક પશુની માફક હું પિંગલા પર ધૂરક્યો. અને જે એટલો બધો કાળ મારી પૂજાની મૂર્તિ હતી એનો વધ કરવા એક જંગલીની માફક તૈયાર થયો. એ જલ્લાદનું કાર્ય તો મારાથી થયું નહીં. હું અટક્યો. પરંતુ તે તો સ્ત્રીહત્યાના ડરથી સ્નેહહત્યાના ડરથી નહીં.

- યજ્ઞોશચંદ્ર.એચ.દોશી
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments