Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કમાણીનો તફાવત - હરસુખલાલ સી.વ્યાસ

એક સંત પ્રજાને ધાર્મિક ઉપદેશ આપતા હતા તથા ટોપીઓ સીવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રોજ એમને એક પૈસાની બચત થતી, તેનું પણ તેઓ દાન કરી દેતા હતા.

એક શેઠને એમના આ કાર્યની ખબર પડી. એમને સંત પાસેથી પ્રેરણા મળી. તેઓ સંત પાસે જઈને  બોલ્યા,''મારી પાસે ધર્માદામાં પાંચસો રૃપિયા છે એનું શું કરું ? સંતે સહજ રીતે જવાબ આપ્યો, '' જેને તમે દીન દુ:ખી માનતા હો તેને દાનમાં આપી દો.''

શેઠજીએ જોયું કે એક દુબળો- પાતળો, આંધળો અને ભૂખ્યો માણસ જઈ રહ્યો હતો. તેમણે એને સો રૃપિયા આપીને કહ્યું કે ''સૂરદાસજી, આપ આ પૈસાથી ભોજન, વસ્ત્ર તથા બીજી જરૃરી ચીજો ખરીદજો.''

આંધળો આશીર્વાદ આપીને જતો રહ્યો. શેઠને કોણ જાણે શું સૂઝયું કે તેઓ પેલા આંધળાની પાછળ પાછળ ગયા. તેમણે જોયું કે આંધળાએ એ પૈસાથી ખૂબ માંસ ખાધું, દારૃ પીધો તથા જુગાર ના અડ્ડા પર જઈને વધેલા પૈસા દાવમાં મૂકી દીધા. તે બધા રૃપિયા હારી ગયો. શેઠને દુ:ખ થયું. એકાદક્ષણ તો એમને દાન, ધર્મમાંથી વિશ્વાસ ઊઠી ગયો, છતાં સાધુની પાસે ગયા. એમણે આખી ઘટના કહી સંભળાવી.

સંત મનમાને મનમાં હસ્યા. એમણે પોતે બચાવેલો પૈસો શેઠને આપીને કહ્યું કે '' આ પૈસો કોઈ જરૃરિયાતવાળા માણસને આપી દેજો. શેઠજીએ એક દીન અને દરિદ્રીભિખારીને તે પૈસો આપી દીધો.

શેઠ છાનામાના એ ભિખારીની પાછળ પાછળ ગયા. થોડે આગળ જઇને પેલા ભિખારીએ એક મરેલી ચકલી પોતાની ઝોળી માંથી કાઢીને ફેંકી દીધી, જેને એ રાંધીને ખાવાનો હતો ! એના બદલે એણે પેલા પૈસાના ચણા ખરીદીને ખાધા. શેઠે આ ઘટના સંતને કહી.

સંત બોલ્યા, ''વત્સ, તારું ધન અનીતિથી, પરસેવો પાડયા વગર કમાએલું હતું. જ્યારે મારું ધન પરિશ્રમથી પેદા કરેલું હતું. નીતિ અને અનીતિથી કમાયેલા ધનમાં આજ તફાવત છે. હવે તને કમાણીનો તફાવત સમજાયોને ? શેઠને આ સત્યવાત સમજાઈ ગઈ !
 

Post Comments