Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીની વાત

ભાજપના ભ્રષ્ટાચાર વિરોધમાં પંચર

ભાજપના ભ્રષ્ટાચાર વિરોધમાં પંચર
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ભાજપ એવો દાવો કરે છે કે તે ભ્રષ્ટાચાર મુદ્દે કડક છે. વડાપ્રધાને પણ દાવો કરેલો છે કે 'ખાતો નથી, ખાવા દેતો નથી' પણ ભાજપના તાજેતરના પગલાંથી લોકોના ભવાં ઉચકાયા છે. તેમણે પ.બંગાળના શારદા અને નારદા કૌભાંડમાં સંડોવાયેલા તૃમણુલના નેતા મુકુલ રોયનો પક્ષમાં સમાવેશ કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપે જેમને કોંગ્રેસના સૌથી ભ્રષ્ટ નેતા ગણાવ્યા હતા તે નારાયણ રાણે હાલ એન.ડી.એ.ના સાથી બનવાની તૈયારી કરી છે.

ડી.એમ.કે.ના વડા સાથે વડાપ્રધાન
તાજેતરમાં વડાપ્રધાન, ડી.એમ.કે.ના વડા એમ.કરૃણાનીધીને ચેન્નાઈમાં મળ્યા પણ સાથોસાથ એ બાબત પણ સત્ય છે કે ડી.એમ.કે. પણ બહુચર્ચિત ૨-જી કૌભાંડમાં સંડોવાયેલો છે. તેમ છતા ભવિષ્યમાં ડી.એમ.કે. ભાજપનો રાજકીય સાથી પક્ષ બને એ બાબતનો ઇનકાર ન થઇ શકે.

કારનો ઉપયોગ ટાળવો બેકાર !
દિલ્હીમાં ભારે હવાઈ પ્રદૂષણ અંગે શ્વાસ ન લેવાતો હોવા છતા રાજકીય કલહ ચાલી રહ્યો છે. ત્યારે દિલ્હી સરકારે, પહેલાની જેમ, સોમવારથી એક દિવસ એકી નંબરના વાહનો અને બીજા દિવસે બેકીનંબરના વાહનો ચલાવવા અંગેનો જુનો નિયમ ફરી લાવવા નિર્ણય કર્યો છે. જેમાં છેલ્લા બે આંકડા એકી હોય તે કાર ૧૧, ૧૩, ૧૫ નવેમ્બરે ચલાવી શકાશે. જ્યારે છેલ્લા બે આંકડા બેકી હોય તે કાર ૧૨, ૧૪, ૧૬ તારીખે ચલાવી શકાશે. પણ નિષ્ણાંતો, આ યોજના દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવામાં સહાયરૃપ થાય તે બાબતે શંકા સેવે છે.

આનો અમલ વહેલો જરૃરી હતો
તેઓના મતે, વાહનોને એકી, બેકી નંબર મુજબ ચલાવવા દેવાનો આ નિર્ણય ઘણો મોડો લેવાયો છે. તે શહેરમાં પ્રદૂષણની માત્રા જ્યારે વધી રહી હતી ત્યારે અમલી બનાવવાની જરૃર હતી. કેટલાક નિષ્ણાંતો એન.સી.આર. (નેશનલ કેપીટલ રીજિયન)ને શા માટે બાકાત રખાયો તે અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે.

કાળા નાણાંના જંગનો અંત નહીં
કાળા નાણાંની નાબૂદીનાપક્ષ અને વિરૃધ્ધમાં જંગ ચાલતો રહે છે. હવે સરકાર નાણાં મંત્રાલયને, સંસદિય સમિતિએ તેમને આપેલા અહેવાલને આધારે એવો દાવો કર્યો છે કે નોટબંધીને કારણે રૃ ૬ લાખ કરોડનું કાળું નાણું નાબૂદ થઇ ગયું છે. પણ વિપક્ષ આ પગલાને, રોજગારી અને નાના ઉદ્યોગોને નાબૂદ કરી દેનારૃં પગલું માને છે.

રાજકારણે તેમની મિલ્કત બનાવી
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસ (એ.ડી.આર.) નામક સંસ્થાએ તારણ કાઢ્યું છે કે હિમાચલ પ્રદેશના ૬૦ ધારાસભ્યોના સોગંદનામામાંથી એ બાબતે ઉલ્લેખ થયેલો છે કે ગત પાંચ વર્ષમાં તેમની મિલ્કતમાં ૮૦ ટકાનો વધારો થયો છે. ૨૦૧૨માં જે ધારાસભ્યોની કુલ મિલ્કત ૩૧૪ કરોડ રૃ હતી, તે વધીને આ વર્ષે ૫૬૬ કરોડ થઇ છે.

માત્ર બે અપવાદ
એ.ડી.આર.ના રિપોર્ટમાંએ બાબતનો પણ ઉલ્લેખ છે કે તેમાં માત્ર બે અપવાદ છે. પ્રથમ હિમાચલના મુખ્ય પ્રધાન વિરભદ્રસિંહની મીલ્કત રૃ. ૩૪ કરોડથી ઘટીને રૃ. ૩૦.૫ કરોડે આવી છે. જ્યારે બીજા છે. ધનિરામ શાંડીલ જેમની મિલ્કત ૨.૧ કરોડથી ઘટીને રૃ. ૧.૧ કરોડ થઇ છે.

દિલ્હી બાળકો માટે કાર્યક્રમ અંગે ફેર વિચાર થશે ?
દિલ્હીમાં પ્રદૂષણ દિવસે-દિવસે વધતું જાય છે તો દિલ્હી સરકાર ૧૪મી નવેમ્બરે ૧૦૦ સ્થળે 'દિલ્હી ફોર ચિલ્ડ્રન' પ્રસંગની ઉજવણી કરવા માંગે છે. નૃત્ય, નાટકો અને અન્ય પ્રસંગો યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે. ત્યારે મૌન સવાલ એ છે કે સરકાર પ્રદૂષણ અનુસંધાને તેમના નિર્ણય અંગે ફેર વિચારણા કરશે ? તેમણે બાળકોને પ્રદૂષણથી બચાવવા શાળાઓ બંધ કરી અને હવે નૃત્યને નાટકો (બાળકો માટે) યોજવાના છે.

- ઇન્દર સાહની

Keywords delhi,ni,vaat,

Post Comments