Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Tv talk

પગ-પીઠની ઈજાની પરવા કર્યા વિના તાપસી પન્નુએ  એવોર્ડ ફંક્શનમાં  પરફોર્મ  કર્યું

તાજેતરમાં યોજાયેલા અને  નવા વર્ષની  પૂર્વ સંધ્યાએ ટી.વી. પર રજૂ   થનારા સ્ટરસ્ક્રીન  એવોર્ડ્સ માટે અભિનેત્રી તાપસી પન્નુએ 'આ તો સહી' અને 'ઊંચી હૈ બિલ્ડિંગ'  જેવા જાણીતા ગીતો પર પર્ફોર્મન્સ આપ્યું હતું. પરંતુ પગ અને પીઠમાં  ઈજા સાથે.

વાત જાણે એમ બની હતી કે તેના પર્ફોર્મન્સ માટે  ઊંચા પ્લેટફોેર્મ પરથી હારનેસની મદદથી નીચે આવવાનું  હતું. અને એવોર્ડ ફંક્શન શરૃ થવાથી થોડો સમય પહેલાં અભિનેત્રી તેનું  ટેક્નિકલ રીહર્સલ કરી હતી  ત્યારે નીચે આવવાની ક્ષણભરની ભૂલને કારણે તેને પગ અને  પીઠમાં  ઈજા થઈ હતી.

પરંતુ અદાકારાએ તેની પરવા કર્યા વિના  પારિતોષિક સમારોહમાં જબરદસ્ત પર્ફોર્ન્સ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈજા થયા પછી અદાકારાએ થોેડીવાર માટે પોતાની વેનિટિ વાનમાં આરામ કર્યો. અને પછી  પરફોર્મ  કરવા તૈયાર થઈ ગઈ. તેણે પોતાની ઈજાની પરવા કર્યા વિના  એટલું સરસ પરફોર્મ  કર્યું કે તેને તાળીઓથી વધાવી લેવામાં આવી હતી.

'ખીચડી' ની નવી સીઝનમાં  જોડાવા બોલીવૂડ- ટી.વી.ની હસ્તીઓ પણ ઉત્સુક :

વર્ષ ૨૦૦૪ માં 'ખીચડી'  ધારાવાહિકે  ભારે ધૂમ  મચાવી હતી. દર્શકોને પેટ  પકડીને હસાવતી આ સિરિયલમાં રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, સુપ્રિયા પાઠક તેમ જ શોેના સર્જક જે.ડી. મજિઠિયાએ સુધ્ધાં દર્શકોને  ખૂબ હસાવ્યા  હતા.

અને  હવે આટલાં વર્ષ પછી જાન્યુઆરી ૨૦૧૮માં  મૂળ કલાકારો ઉપરાંત નવા કલાકારોના લાવલશ્કર સાથે 'ખીચડી' ની ત્રીજી  સીઝન શરૃ થઈ રહી  છે. સૂત્રોએ જણાવ્યું  હતું કે આ વખતે તેમાં આ શોના પ્રશંસક અને 'જુડવા-૨' ના સર્જક ડેવિડ ધવન કેમિયો  કરશે. આ સિવાય રેણુકા શહાણે, દેબિના બેનરજી, દીપશીખા નાગપાલ જેવા અન્ય કલાકારો પણ તેમાં જોવા મળશે. દીપશિખા  આ ધારાવાહિકમાં કામણગારી પરિચારિકાની ભૂમિકા ભજવશે.

રિધ્ધિમા પંડિત અને  ઈશાન રોશન વિખૂટાં  થયા :

'બહુ હમારી રજનીકાંતા'  દ્વારા ભરપૂર   ખ્યાતિ મેળવનાર અભિનેત્રી રિધ્ધિમા  પંડિત  છેલ્લા ૧૦ વર્ષથી બોલીવૂડ સંગીતકાર  રાજેશ રોશનના  પુત્ર અને  હૃતિક રોશનના પિતરાઈ ઈશાન  રોશનના પ્રેમમાં હતી. પણ હવે  બંનેના સંબંધોમાં  ભંગાણ પડયું  છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને ચૌદ વર્ષના હતા ત્યારે પહેલી વખત મળ્યા હતા. અને ચાર વર્ષ પછી પ્રેમમાં પડયા હતા.

છેલ્લા એક દશકથી બંને વચ્ચે સ્નેહસંબંધ હતો. પરંતુ હવે બંને વિખૂટા  પડયા છે. જો કે તેઓ સારા મિત્રો બનીને રહેશે. બંને વચ્ચે કઈ વાતે વાંકુ પડયું તે કોઈ નથી જાણતું. વળી રિધ્ધિમાએ ક્યારેય પોતાના અંગત જીવન વિશે કોેઈપણ વાત કરવાનું પસંદ નથી કર્યું. તેથી હમણાં  પણ તે મગનું નામ મરી પાડવા રાજી નથી.

તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે મારા જીવનમાં આજે પણ  ઈશાનનું  ખાસ સ્થાન  છે. અમે બહ  ુ સારા મિત્રો છીએ.  સૂત્રોએ  વધુમાં કહ્યું હતું કે બંને પોેતપાતાના કામમાં  ધ્યાન કેન્દ્રિત કરવા માગે  છે. 'બહુ હમારી રજનીકાંતા' ની સફળતા પછી રિધ્ધિમા એક શોનું સંચાલન કરી  રહી  છે.

રાઘવ જુયાલ ડિસ્લેક્સી અને તોફાની હોવાથી નૃત્ય ક્ષેત્રે આવ્યો

ટચૂકડા પડદાના દર્શકો રાઘવ જુયાલના નામતી અજાણ ન જ હોય. તેનું ડાન્સ પર્ફોર્મન્સ  ચકિત કરી દેનારુ  હોય છે. અને  હવે તે રમૂજી સંચાલક તરીકે પણ  ખાસ્સો લોકપ્રિય બન્યો  છે. પરંતુ શું તમે જાણો  છો કે તે આ ક્ષેત્રે  શા માટે આવ્યો? આની સ્પષ્ટતા  કરતાં  રાઘવ સ્વયં  કહે છે   કે હું ડિસ્લેક્સી  હતો. મારી મમ્મી મને કાઉન્સેલિંગ માટે લઈ જતી. હું ગણિતમાં   ગોથાં ખાતો મને ગણતરી કરતાં ન આવડતું. આમ છતાં મને શાળામાં પાડવામાં આવતા એ,બી,સી, વર્ગ પર સખત ચીડ હતી. હું બહુ તોફાની પણ  હતો. 

મને  ઘણી શાળાઓમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. મને લોકોે નૌટંકી કહેતા. હું ભણવામાં  કાચો હતો તેથી નૃત્ય ક્ષેત્રે વળ્યો. મઝાની વાત એ  છે કે જે શાળાઓએ મને જાકારો આપ્યો હતો એ સ્કૂલો જ આજે ગર્વથી કહે  છે કે હું તેમનો વિદ્યાર્થી  છું.
 

Post Comments