Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીમ સર્ભ : સિનેમાનું ફલક વિશાળ પણ થિયેટરનું ખેંચાણ છૂટતું નથી

હાલમાં  રિલીઝ થયેલી પદ્માવત્  ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજીના નેગેટીવ પાત્ર માટે રણવીર સિંઘના  જેટલા વખાણ  થયા છે એટલા જ સુલતાનના ગુલામનું પાત્ર સાકાર કરનારા મલિક કફૂરના થયા  છે. મલિકની ભૂમિકા  જીમ સર્ભએ ભજવી હતી. રણવીર અને ભીમ ફ્રેમમાં  હોય ેવું એક દ્રશ્ય ફિલ્મનું  સર્વશ્રેષ્ઠ હોવાન એકરાર ખુદ રણવીર પણ કરી ચૂક્યો  છે. બંને વચ્ચેના  અંગત તેમ જ વ્યવસાયિક સંબંધ સારા હોવાની ચાડી આ દ્રશ્ય ખાય  છે.

જીમ નથી માનતો કે પદ્માવત્માં  એનો   અભિનય રણવીર, દિપીકા અને  શાહિદ  કરતા વધુ સારો હતો. જીમ કહે છ ેકે   આ ભૂમિકા માટે એના નામનું સૂચન ભણશાળીને ખુદ રણવીરે  કર્યું હતું. સંજય ભણશાળીની  ફિલ્મો હિસ્સો બનવાની કલ્પના માત્ર એને  રોમાંચિત કરી મૂકતી હતી. હવે રણવીરના સૂચનથી સંજય ભણશાળીએ એને ભૂમિકા આપી એ ક્ષણ એના  જીવનની સર્વશ્રેષ્ઠ હતી.

રણબીરે  આ  ફિલ્મમાં એની કામગીરીના વખાણ કર્યા હતા. અને કહ્યું કે એના અભિનયથી પદ્માવત્   વધુ દીપી  ઉઠી હતી. જીમ કહે છે કે એની ભૂમિકા  હોત કે નહોત, રણવીરનો  પર્ફોેર્મન્સ જ  દર્શકોને થિએટરમાં  ખેંચી લાવ્યો હતો.  જો કે, એણે દીપિકા-શાહિદની પણ મુકતર્ક  કે પ્રશંસા કરી હતી.  જીમ કહે છે કે રણવીર એક   શ્રેષ્ઠ સહ-કલાકાર છે અને એનો જાદુ પડદા પર તરી આવે છે.

એનું  માનવું  છે કે રણવીર સેટ પર હમેશાં નવા વિચારો લઈને આવે છે. જીમ કહે છે કે આ ફિલ્મના શૂટીંગ દરમિયાન એનાથી વારંવાર ભૂલ થઈ જતી હતી. પરંતુ, રણવીરર ઉશ્કેરાવાને બદલે શાંતિથી એનું સમર્થન કરતો   હતો.

જીમ  કહે છે કે એણે નીરજા, રાબતા અને પદ્માવત ઈત્યાદિ  ફિલ્મો કરી  છે. આ તમામમાં એની ભૂમિકા પડકારરૃપ હતી. જો કે, નીરજાનો રોલ એને વિશેષ લાગે છે કારણ કે આ ફિલ્મમાં  પાત્ર ઉત્કટ સંવેદન માગી લેતું હતું. એ  પાત્રને ચહેરા  પર વેરની ભાવના અને ચોક્કસ દેશના નાગરિકો પ્રત્યેનું  ખુન્નસ ઉપસાવવું જરૃરી  હતી.  રાબતામાં  એને ભાગે ઘણું  કરવાનું આવ્યું હતું. ભવિષ્યમાં પણ એ સંકુલ મનોદશા ધરાવતી ભૂમિકાઓ પર વિશેષ ધ્યાન આપશે. કમનસીબે   ફિલ્મમાં આવ્યા પછી એ રંગમંચ અને  ફિલ્મો વચ્ચે સંતુલન જાળવી નથી શક્યો.

  એણે એક પણ  નવું નાટક નથી કર્યું.  હાલમાં એના જે  નાટકો  ચાલે છે માત્ર એના શો ચાલુ રાખ્યા છે. જીવંત કાર્યક્રમનો પાવર એને હજી પણ રંગમંચ તરફ  ખેંચી જાય છે. જો કે, માધ્યમ તરીકે એણે સિનેમા વધુ પસંદ છે. કારણ કે એનો ફલક અને વ્યાપ વિશાળ હોય છે. પદ્માવત  દ્વારા એ ફિલ્મની તકનીકોનો  પણ અભ્યાસ શરૃ  કર્યો  છે. એ  ફિલ્મના  તમામ પાસાઓ વિશે માહિતગાર થવા  માંગે  છે.

જો કે, કોઈ  પણ સંજોગોમાં  એ આ મે મહિનામાં નવા નાટકમાં કામ કરવાની તક નહિ છોડે. કારણ કે આ નાટકનું દિગ્દર્શન એના માનીતા રેહાન એન્જિનિયર  કરવાના  છે. હવે  એની આગામી  રિલીઝ સંજટ દત્ત પરની બાયોપીક છે જે જૂન  મહિનામાં રિલીઝ થશે. ઝોયા અખ્તર અને નિત્ય મહેરાની વેબ સીરિઝ 'મેડ ઈન હેવન' નો પણ એ હિસ્સો છે. અગાઉ એણે 'સ્મોક' નામની વેબસિરીઝમાં  કામ કર્યું છે. જો કે, સંજોગોવશાત્  એ ઈન્ટરનેટ પર રીલિઝ નથી થઈ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments