Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૌની રોય: ટીમ વર્કને માન આપતી અદાકારા

અત્યાર સુધી અભિનેત્રી મૌની રોયે ઘણી ધારાવાહિકોમાં કામ  કર્યું છે. પરંતુ તેની એકતા કપૂર નિર્મિત છેલ્લી સિરિયલ 'નાગિન'ની બંને સીઝનને જેે પ્રતિસાદ મળ્યો તે તેની કારકિર્દીનો સૌથી બહોળો પ્રતિસાદ હતો.

ખરૃં કહીએ તો આ શ્રેણીએ અદાકારાની કારકિર્દીને નવી ઊંચાઇ બક્ષી છે. મૌની જો કે એટલી બેકદર નથી કે  તે પોતાની સફળતામાં ઉમેરાયેલા આ નવા છોગાનો યશ એકલી જ લઇ લે. તેણે સોશ્યલ મિડિયા પર તેનો યશ પોતાની આખી ટીમને આપ્યો હતો.

તેણે લખ્યું હતું કે કોઇપણ શોની સફળતા કે નિષ્ફળતા એક જણને આભારી ન હોય. તેનો સઘળો યશ કે અપયશ સમગ્ર ટીમને ફાળે જાય. 'નાગિન'ની બંને સીઝનને ભારે સફળતા મળી કારણ કે તેને માટે ડાટરેક્ટરથી લઇને લેખકો,સ્પોટ દાદા, ક્રીએટિવ અને પ્રોડક્શન ટીમોએ ભરપૂર મહેનત કરી હતી.

અદાકારા વધુમાં જણાવે છે કે આ ધારાવાહિક અન્ય સિરિયલો જેવી સામાન્ય નહોતી.તેનું કામ સંવેદનાની દ્રષ્ટિએ  અત્યંત કષ્ટદાયક અને શારીરિક શ્રમ માગી લે તેવું હતું. આજે હું પાછું વળીને જોઉં છું તો મને એમ લાગે છે કે મેં આટલું મુશ્કેલ કામ શી રીતે પાર પાડયું હશે. પરંતુ મેં એ કામ ર્ક્યું હતું એ હકીકત છે.

તે ઉમેરે છે કે શો પૂરો કરતી વખતે અમે અસહ્ય પરિશ્રમ કર્યો હતો. મેં એક એક દિવસમાં ૨૨-બાવીસ દ્રશ્યો પણ આપ્યાં હતાં. આનું કરાણ એ છે કે હું સંવાદો બહુ ઝડપથી યાદ રાખી શક્તી. તેથી ક્રીએટિવ ટીમે મારા ઉપર વધુ મદાર રાખ્યો હતો.

વળી સર્પિણી બનવા માટે વારંવાર વસ્ત્રો બદલવા પડતાં. તેને માટે તૈયાર થવું, ફાઇટિંગના તેમજ લાગણીશીલ, ક્રોધે ભરાયેંલા દ્રશ્યો આપવા પણ સહેલા નહોતા. તેને માટે પુષ્કળ ઊર્જા અને પરિશ્રમ કરવાની ભરપૂર તૈયારી જોઇએ. આમ છતાં આવા દ્રશ્યો ભજવ્યા પછી સાંજ પડયે તમે થાકીને લોથ થઇ જાઓ. જોકે હું માનું છું કે  કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી હોતો.
 

Post Comments