Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલીવૂડનોં ગ્રેટ કિસર કોણ ?

પડદા પર ઉત્કૃષ્ઠ ચુંબન દ્રશ્યો ભજવવા એ કાંઇ રમત વાત નથી. અભિનેત્રીના હોઠ પર તસતસતું ચુંબન ચોડવા માટે ઇમરાન હાશ્મીની હિંમતને બિરદાવતાં બોલીવૂડે તેને સીરિયલ કિસરનો ખિતાબ આપ્યો હતો.પરંતુ હવે લાગે છે કે ઇમરાન પાસેથી આ ખિતાબ છીનવવા માટે અભિનેતાઓની હોડ લાગી છે.અને આ જાણીને ઇમરાન હાશમીની રાતની ઊંઘ હરામ થઇ ગઇ છે.

હૃતિક રોશનની બહુ ચર્ચિત ફિલ્મ 'કાઇટ્સ'માં હૃતિકે હોલીવૂડનીઅભિનેત્રી બાર્બરા  મોરીસને હોઠ પર તસતસતું ચુંબન ચોડયું હતું.

અક્ષય કુમારે હોલીવૂડની લોકપ્રિય હોટ અભિનેત્રી ડેનિસ રિસર્ચને કિસ કરીને તરખાટ મચાવ્યો હતો.

અત્યાર સુધી લગભગ ઇમરાને મલ્લિકા, સયાલી ભગત, સૌનલ ચૌહાણ, તનુશ્રી દત્તા, ઉદિતા ગોસ્વામી જેવી અભિનેત્રીઓને 'લિપ ટુ લિપ ' કિસ કરી છે. આ અભિનેત્રીઓ આ પ્રકારના દ્રશ્યો માટે વાસ્તવમાં નારાજ હતી પરંતુ  પટકથાની માગને અનુસરીને તેમણે મંજૂરી આપવી પડતી હતી. અને આ વાત સાવ ખોટી તો ન જ હોઇ શકે કારણકે મોટા ભાગની હિરોઇનો ઇમરાન સાથે કામ કરવા આનાકાની કરતી હોય છે.

સોહા અલી ખાનને ઇમરાન સાથે કામ કરવા માટે રીતસરની આજીજી કરવી પડી હતી. સોહા પહેલાં પણ ઘણી અભિનેત્રીએ સ્ક્રિપ્ટ વાંચતા પહેલાં એ શરત કરી હતી કે લિપલોક સીન નહીં હોય, પરંતુ પાછળથી આ અભિનેત્રીઓ સાથે છેતરપિંડી થઇ હતી. તેથી જ અભિનેત્રીઓ ઇમરાન સાથે કામ કરવાની વાત આવે ત્યારે ફિલ્મમેકર્સ પર ભરોસો રાખતા ડરે છે.

અહીં મુદ્દાનો પ્રશ્ર એ છે કે, પડદા પર ઘણા કલાકારોએ ચુંબન દ્રશ્યો ભજવ્યા છે તો પછી ઇમરાનને જ શા માટે દંડવામાં આવે છે. સૈફ,અક્ષય કુમારે પણ પોતાની અભિનેત્રીઓને કિસ કરી છે. સૈફે તો 'લવ આજકલ'માં દીપિકાને ચાર-ચાર વખત ચુંબન ચોડયાં હતા. તો અક્ષયે કરીનાને આઠ વખત કિસ કરી છે. અરે, આ બધા કરતાં તો હિમાંશુ મલિકે નવો રેકોર્ડ કર્યો છે. તેણે તો મલ્લિકા શેરાવતના ૧૭ વખત હોઠ ચૂમ્યા હતા.

આમિર પણ પોતાની અભિનેત્રીઓના હોઠ ચુમવામાં પાછળ નથી રહી ગયો. ' જો જીતા વહી સિકંદર'માં તેણે પૂજા બેદીને હોઠ પર કિસ કરી હતી અને ' રાજા હિંદુસ્તાની'માં કરિશ્મા કપૂરના હોઠ પર તસતસતું ચુંબન કર્યું હતું. આમિર અને ઇમરાનના લિપલોક સીનમાં ઘણો ફરક છે.

આમિર પોતાની અભિેત્રીઓને લાંબા-લાંબા ચુંબન ચોડે છે, જ્યારે ઇમરાનની કિસ ક્ષણિક હોય છે. એક અભિનેત્રીએ તો પોતાનું નામ ન જણાવવાની શરતે એમ પણ કહ્યું હતું કે અન્ય અભિનેતાઓની સરખાણીમાં ઇમરાનની કિસ કુદરતી હોય છે.

જ્યારે 'ધુમ-૨'માં હૃતિકે ઐશ્વર્યાને કિસ કરી હતી. ત્યારે હૃતિકની પત્ની સુઝાને એ દ્રશ્ય જોઇને એવી ટિપ્પણી કરી હતી કે, મારી નજરમાં આ સૌથી બેસ્ટ લિપ કિસ હોવી જોઇએ. જોકે હૃતિકે   હલકી પબ્લિસિટી કરીને આ દ્રશ્યની રોકડી કરવાની બિલકુલ કોશિશ કરી નહોતી.

એટલું જ નહીં દરેક ફિલ્મમાં કિસિંગ સીન હોવો જ જોઇએ તેવી નિર્માતા-દિગ્દર્શકો પાસે શરત નથી રાખી. પરંતુ ઇમરાનના કિસ્સામાં જુદું જ છે. તે ચુંબન દ્રશ્યોની માગ કરે છે અને એટલું જ નહીં આ દ્રશ્યોની જાહેરખબર કરીને રૃપિયા રળી લેવાની વેતરણમાં પણ હોય છે.

ઇમરાને પત્નીને ખુશ રાખવા માટે કિસિંગ સીન નહીં કરું તેવું જોરશોરથી એલાન કર્યું હતું. પરંતુ તે તદ્દન પોકળ સાબિત થયું હતું. સ્થિતિ તો જ્યાંની ત્યાં જ હતી.

ઇમરાનને ચેલેન્જ આપતાં ઇરફાને તેની અભિનેત્રી દિવ્યા દત્તાને અત્યાર સુધીની લાંબી કિસ કરી છે.

જો દરેક અભિનેતાઓ પટકથાને આગળ કરીને કિસિંગ સીનની મંજૂરી આપશે તો પછી ઇમરાનનો 'સિરીયલ કિસર'નો ખિતાબ ચોક્કસ છીનવાઇ જશે.
 

Post Comments