Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વીજ કંપનીઓનો ઈન્સોલવેન્સી કોડ હેઠળ ઊકેલ લાવવાનું કઠીન

- એનપીએના ઉકેલ માટે રિઝર્વ બેન્ક દ્વારા તેના માળખામાં કરાયેલા સુધારા બાદ પણ તાણ હેઠળની

- અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહેતી વીજ કંપનીઓના કોઈ લેવાલ નાૃથી:તાણ હેઠળના ૮૦,૦૦૦ મેવો પ્રોજેકટસમાંથી ૨૦,૦૦૦ મેવો પ્રોજેકટસ જેમાં અંદાજે રૃ. ૧૦૦૦ અબજનું થયેલું રોકાણ

નવી દિલ્હી, તા. 08 માર્ચ 2018, ગુરુવાર

નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ના ઉકેલ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગયા મહિને તેના માળખામાં કરાયેલા સુધારા બાદ તાણ હેઠળની વીજ  ઉત્પાદન કંપનીઓના  ઈન્સોલવેન્સી કોર્ટમાં    કેસો વધી જવાની શકયતા વધી ગઈ છે. આમાં ચિંતાની મુખ્ય બાબત તો એ છે કે એક વખત આ એસેટસ વેચાણ માટે મુકાયા બાદ તેના કોઈ લેવાલ નીકળવાની શકયતા ઓછી છે. એક અંદાજ પ્રમાણે કાર્યરત અને બાંધકામ હેઠળના મળીને ૮૦,૦૦૦ મે. વો. પ્રોજેકટસ તાણ હેઠળ આવી ગયા હોવાનું વીજ ક્ષેત્રના એનાલિસ્ટો માની રહ્યા છે. સ્ટીલ ક્ષેત્રની તાણ હેઠળની એસેટસના નિકાલ કરવાનું સરળ બની રહ્યું છે જે વીજ ક્ષેત્રમાં જોવા નહીં મળે.

સ્ટ્રેટેજિક ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ (એસડીઆર) અને સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રકચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટસ સ્કીમ્સને રિઝર્વ બેન્કે ૧૨ ફેબુ્રઆરીના પાછી ખેંચી લીધી હતી અને જણાવ્યું હતું કે એવા  ખાતા જેમાં બેન્કિંગ ક્ષેત્રની એકંદર લોન્સ રૃપિયા ૨૦ અબજથી વધુ હોય તેવી તાણ હેઠળની એસેટસમાં  ધિરાણદારો (બેન્કો)એ ૧લી માર્ચ ૨૦૧૮થી અમલી બને તે રીતે ૧૮૦ દિવસની અંદર ઊકેલ યોજનાનો અમલ કરવાનો રહેશે. કોલસાની અછત, લાંબા ગાળાના વીજ ખરીદ કરારનો અભાવ, નિયમનકારી રુકાવટો અને વિતરણ કંપનીઓ પાસેથી બિલની રકમ પ્રાપ્ત થવામાં ઢીલ જેવા કારણોસર અનેક વીજ પ્રોજેકટસ ખોટકાઈ ગયા છે.

તાણ હેઠળના ૮૦,૦૦૦ મેવો પ્રોજેકટસમાંથી ૨૦,૦૦૦ મેવો પ્રોજેકટસ જેમાં અંદાજે રૃપિયા ૧૦૦૦ અબજનું રોકાણ થયેલું છે અને તે લાંબા ગાળાના વીજ ખરીદ કરાર સાથેના છે.

આમ છતાં ક્ષેત્રના વિવિધ કારણોસર આ પ્રોજેકટોએ બેન્કોને જંગી રકમ ચૂકવવાની બાકી છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. તાણ હેઠળની સ્ટીલ એસેટસ ખરીદવા માટે ખાનગી સ્ટીલ કંપનીઓ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે જ્યારે વીજ ક્ષેત્રમાં મોટાભાગની ખાનગી વીજ કંપનીઓ તાણ હેઠળ છે માટે તેમના દ્વારા તાણ હેઠળની અન્ય એસેટસ ખરીદવાનું શકય નહીં રહે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

વીજ પ્રોજેકટ પૂરા કરવાનો ખર્ચ એટલો ઊંચો છે કે કોઈપણ કંપની તેને હાથ લગાડવા તૈયાર થતી નથી એમ હાલમાં ઈન્સોલવન્સી કોડ હેઠળ ઉકેલમાં લઈ જવાયેલી એક વીજ કંપનીને હાથ ધરી રહેલા એક ઈન્સોલવેન્સી પ્રોફેશનલે જણાવ્યું હતું.

૨૫૦૦૦ મેવોની ક્ષમતા સાથેના થર્મલ પ્રોજેકટસ હાલમાં ઈન્સોલવેન્સી કોડની બહાર વેચાણ હેઠળ છે અને આ એસેટસના કોઈ ખરીદદાર જોવા મળતા નથી. પોતાનો દેવાબોજ હળવો કરના મોટાભાગના પ્રમોટરો વીજ પ્રોજેકટસમાંથી નીકળી જવા માગે છે.

Post Comments