Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

2022માં ભારત દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બનશેઃ IMF

- જર્મનીને પાંચમા અને બ્રિટનને છઠ્ઠા નંબરે ધકેલી દેશે

- ભારતની અર્થવ્યવસ્થા બ્રિટન કરતા પાંચ ગણી ઝડપે વધી રહી છે

લંડન, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાઓની સ્થિતિને લઇને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ આ અઠવાડિયે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થાને આખી દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા જણાવવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતીય અર્થવ્યવસ્થા આ જ ગતિથી વધતી રહી તો 2022માં તે જર્મનીને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. IMFએ આ રિપોર્ટ GDPની નોમિનલ ટર્મ્સના આધારે રજૂ કરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થઇ જશે.

IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ભારતના પ્રદર્શનના કારણે જર્મની એક સ્થાન નીચે ઉતરીને પાંચમા સ્થાને આવી જશે. જેના કારણે અત્યાર સુધી પાંચમા સ્થાને રહેલું બ્રિટન પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી બહાર નીકળી જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાના કારણે બ્રિટનની વ્યાપારિક ભાગીદારીઓ ઘટી ગઇ છે. જેના કારણે તેને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા બ્રિટન કરતા પાંચ ગણી ઝડપથી વધી રહી છે. હાલમાં ભારતની અર્થવ્યવસ્થા વાર્ષિક 9.9 ટકાના દરથી વધી રહી છે. જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થામાં 2 ટકાના વધારાનું અનુમાન છે.

Post Comments