Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PNB ફ્રોડ બાદ સેબી ડિફોલ્ટ ડિસ્ક્લોઝના નિયમો વધારે આકરાં બનાવવાની તૈયારીમાં

- પ્રસ્તાવમાં ફેરફાર કરાશે, સેબીની આગામી બેઠક ૨૮મી માર્ચે યોજાશે

- જો રિપેમેન્ટમાં ૩૦ દિવસથી વધુ સમય લાગે તો રૃ.૫ કરોડથી મોટી તમામ ડિફોલ્ટ લોનનો રિપોર્ટ કંપનીને રજુ કરવા ફરજ પાડવાની દરખાસ્ત

મુંબઈ,તા. 28 ફેબ્રુઆરી 2018, બુધવાર

જો ફેર ચુકવણી કરવામાં ૩૦ દિવસ કરતા વધારે સમય લાગે તો ૫ કરોડ રૃપિયા કરતા વધુ ની તમામ ડિફોલ્ટ લોન ના રિપોર્ટ કોર્પોરેટસ કંપની ને રજુ કરવા ફરજ પાડવાની દરખાસ્ત અંગે શેરબજાર નિયંત્રક સેબી એ વિચારણા હાથ ધરી હોવાનુ સમગ્ર બાબત થી જાણકાર બે વ્યક્તિ એ કહ્યુ છે.

ગત ૪ ઓગસ્ટ ના રોજ સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ પ્રથમ દિવસે જ ડિફોલ્ટ ને લગતી તમામ બાબતો જાહેર કરવાનો આદેશ કર્યો હતો. જો કે તે પાછળ થી પરત લઈ લેવામાં આવ્યો હતો. હવે આ આદેશ માં જ સંશોધન કરી ને નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.

નામ ના આપવાની શરતે બે વ્યક્તિઓ એ કહ્યુ હતુ કે તપાસ એજન્સી ઓ ને સોંપવામા આવેલા તમામ ફ્રોડ ની વિગતો પણ સેબી બેંકો પાસે માંગવા વિચાર કરી રહી છે.આગામી ૨૮ માર્ચ ના રોજ મળનારી બોર્ડ બેઠક માં સેબી આ દરખાસ્ત પર ચર્ચા કરે તેવે અપેક્ષા છે.

સુત્રો ના જણાવ્યા મુજબ અગાઉ ડિફોલ્ટ  ડિસ્ક્લોઝર ના આદેશ અંગે થયેલ ટીકા ઓ ને નવી દરખાસ્ત તૈયાર કરતી વખતે ધ્યાન માં લેવાશે નહી. આ દરખાસ્ત માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલ નિયમ અંતર્ગત બનાવવામાં આવશે.

૧૩ ફેબ્રુઆરી ના રોજ સેબી એ તમામ બેંકો ને દર સપ્તાહે ૫ કરોડ રૃપિયા કરતા વધુ ની લોન ના ડિફોલ્ટ થવા અંગે રિપોર્ટ રજુ કરવા નિર્દેશ કર્યો હતો.

 જો કે બેંકો ના વિરોધ ના પગલે સેબીએ ૩૦ સપ્ટેમ્બર ના રોજ આદેશ પરત લીધી હતો.જે તેના એક દિવસ અગાઉ જ અમલ માં આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડાયમંડ મર્ચંન્ટ મામા -ભાણીયા નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા દેશ ની બીજી સૌથી મોટી પંજાબ નેશંલ બેંક ને ૧૧૪ અબજ કરતા વધુ રૃપિયા નો ચૂનો લગાવવામાં આવ્યા બાદ બન્ને દેશ છોડી ને ફરાર થઈ ગયા હતા. ત્યારે સફાળા જાગેલા નાણાં મંત્રાલયે ગત સપ્તાહે શેર બજાર નિયંત્રક સેબી પાસે ડિફોલ્ટ ડિસ્કોલ્ઝર નિયમો અંગે માહિતી માંગી હતી.

Post Comments