Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીના વાયદામાં સાંકડી વધઘટ : કોટનમાં ઝડપી વધારો

- બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલ, મેન્થા તેલના ભાવમાં એકંદરે નરમાઈ

- એલચી, એરંડાના વાયદામાં બેધારી ચાલ

મુંબઈ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૧,૬૩,૭૪૩ સોદામાં રૃ.૭,૫૩૬.૫૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં સાંકડી વધઘટ રહી હતી.
 
બિનલોહ ધાતુઓ અને એનર્જીમાં ક્રૂડ તેલમાં એકંદરે નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૧,૦૬,૮૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવ વધી આવ્યા હતા. મેન્થા તેલના વાયદા ઘટવા સામે સીપીઓ, એલચી, એરંડાના વાયદામાં બેધારી ચાલ રહી હતી. કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૬.૪૫ પોઈન્ટ ઘટયો હતો.
 
કીમતી ધાતુઓમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૮,૫૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૨૮,૫૯૯ અને નીચામાં રૃ.૨૮,૫૦૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૫ વધી રૃ.૨૮,૫૧૪ બંધ રહ્યો હતો.
 
ગોલ્ડ-પેટલનો માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૪ સુધરી રૃ.૨,૮૯૪ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૃ.૪૨ વધી બંધમાં રૃ.૨૩,૨૬૨ના ભાવ હતા. સોનું-મિનીનો એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૧૬ વધી રૃ.૨૮,૫૪૪ના સ્તરે રહ્યો હતો.
 
ચાંદીના વાયદાઓમાં ચાંદીનો મે વાયદો કિલોદીઠ રૃ.૪૧,૦૫૧ ખૂલી, ઊપરમાં રૃ.૪૧,૦૬૨ અને નીચામાં રૃ.૪૦,૮૮૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૩ ઘટી રૃ.૪૦,૯૦૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો રૃ.૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૃ.૧ વધી અનુક્રમે રૃ.૪૦,૯૩૩ અને રૃ.૪૦,૯૩૨ થયા હતા.
 
બિનલોહ ધાતુઓમાં તાંબુ એપ્રિલ વાયદો કિલોદીઠ રૃ.૩.૪૦ ઘટી રૃ.૩૮૭.૩૫, નિકલ માર્ચ રૃ.૫.૮૦ ઘટી રૃ.૬૬૬.૧૦, એલ્યુમિનિયમ માર્ચ ૫ પૈસા ઘટી રૃ.૧૨૪.૮૫, સીસું માર્ચ ૪૦ પૈસા ઘટી રૃ.૧૪૯.૬૦ અને જસત માર્ચ વાયદો રૃ.૧.૩૦ ઘટી રૃ.૧૮૭.૧૦ રહ્યા હતા.
 
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો માર્ચ વાયદો બેરલદીઠ રૃ.૩,૧૮૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૪૬ ઘટી રૃ.૩,૧૫૦ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૃ.૧.૮૦ ઘટી બંધમાં રૃ.૧૯૧.૫૦ના ભાવ હતા.
 
સીપીઓનો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૃ.૧.૭૦ ઘટી રૃ.૫૩૧, એલચીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૃ.૧૧.૩૦ ઘટી રૃ.૧,૩૯૬.૪૦, મેન્થા તેલનો માર્ચ વાયદો કિલોદીઠ રૃ.૩.૮૦ ઘટી રૃ.૯૯૪.૩૦ અને એરંડાનો માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૨૬ ઘટી રૃ.૪,૩૦૨ બંધ રહ્યા હતા.
 
કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૬.૪૫ પોઈન્ટ ઘટી ૩૨૨૩.૩૯ બંધ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૫.૯૧ પોઈન્ટ ઘટી ૪૬૯૨.૯૩ અને એનર્જી ઈન્ડેક્સ ૨૭.૪૭ પોઈન્ટ ઘટી ૨૩૬૨.૯૨ થયા હતા, જ્યારે એગ્રી ઈન્ડેક્સ ૧.૨૧ પોઈન્ટ વધી ૨૬૪૯.૯૩ બંધ રહ્યો હતો.

Post Comments