Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટી : સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આડકતરા વેરા મારફતની આવકમાં તૂટ પડવાની વકી

મુંબઈ, તા.29 જુલાઇ, 2017, શનિવાર

૧લી જુલાઈથી દેશમાં લાગુ થયેલા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)થી આડકતરા વેરા મારફતની આવકમાં વધારો થશે એવો વ્યાપક દાવો કરાઈ રહ્યો છે પરંતુ આ પદ્ધતિ લાગુ થયાને એક મહિનો પૂરો થયો  છે ત્યારે નાણાં મંત્રાલય સપ્ટેમ્બર ત્રિમાસિકના આંકડા નબળા રહેવાની ધારણાં રાખી રહ્યું છે.

પાછલી તારીખના ઈન્વોઈસિઝ, આગળ ખેંચાયેલા સ્ટોકસ પર ક્રેડિટ પૂરી પાડવાની જવાબદારી અને ગયા નાણાં વર્ષના અંતે ચૂકવાયેલા એડવાન્સ ટેકસ સહિતના કેટલાક કારણોસર વેરામાં ઘટ પડવાની શકયતા જોવાઈ રહી હોવાનું વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

ગયા નાણાં વર્ષમાં સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીની વસૂલીમાં ૩૩.૯૦ ટકા જ્યારે સર્વિસ ટેકસની વસૂલીમાં ૨૦.૨૦ ટકા વધારો થયો હતો. રાજ્યોનો સંબંધ છે ત્યાંસુધી તેમની આવકમાં પડનારી તૂટ બદલ તેમને વળતર ચૂકવવા જીએસટી કાઉન્સિલે સહમતિ દર્શાવી છે. 

આ વળતર જીએસટી લાગુ થવાના પ્રથમ પાંચ વર્ષ સુધી ચૂકવાશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આડકતરા વેરા મારફતની આવકમાં કેટલો ઘટાડો થશે તેની માત્રા કહેવાનું સુત્રોએ નકારી કાઢયું હતું.

Post Comments