Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેર હાઉસિંગ ક્ષેત્ર પર જીએસટીના જોવા મળી રહેલા હકારાત્મક પરિણામ

- જગ્યા માટેની માગમાં પ્રથમ ૬ મહિનામાં ૫૦ ટકા વધારો

મુંબઈ, તા.27 જુલાઇ, 2017. ગુરૂવાર

દેશભરમાં ૧લી જુલાઈથી લાગુ થયેલા જીએસટીના વેરહાઉસિંગ ક્ષેત્ર પર હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશના વિવિધ શહેરોમાં મળીને અંદાજે ૭૩ લાખ ચોરસ ફૂટ ઔદ્યોગિક અને વેરહાઉસિંગ જગ્યા લીઝ પર લેવાઈ છે જે ૨૦૧૬ના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ પચાસ ટકા વધુ છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.

લોજિસ્ટિકસ તથા વેરહાઉસિંગ જગ્યા માટેની માગ સૌથી વધુ વધારો બેંગ્લોરમાં જોવાયો છે. ૨૦૧૬ના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ ૨૦૧૭ના આ ગાળામાં બેંગ્લોરમાં માગમાં ૨૪ વધારો જોવાયો છે જ્યારે ૨૧ ટકા સાથે દિલ્હી-એનસીઆર બીજા ક્રમે છે. ચેન્નાઈમાં માગ ૨૦ ટકા વધી છે. દક્ષિણના રાજ્યોમાં માગ વધુ રહી હોવાના આના પરથી સંકેત મળી રહ્યા છે.

મુંબઈમાં માગમાં ૧૩ ટકા વૃદ્ધિ રહી છે. કોલક્તા તથા પૂણેના બાદ કરતા મોટાભાગના શહેરોમાં લોજિસ્ટિકસ તથા વેરહાઉસિંગ જગ્યા માટેની માગમાં વધારો થયો છે. ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો, ફાર્માને બાદ કરતા દરેક ક્ષેત્રો તરફથી લીઝિંગ પ્રવૃતિમાં વધારો જોવાયો છે. ફાર્મા ક્ષેત્રની કંપનીઓ દ્વારા જગ્યા લીઝ પર મેળવવાની ટકાવારી ૨૦૧૬ના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ વીસ ટકા ઓછી રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

દેશના અર્થતંત્રમાં સુધારા સાથે ઔદ્યોગિક તથા વેરહાઉસિંગ ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. આ સેગમેન્ટના વિકાસને કારણે તથા જીએસટીના અમલથી પૂરવઠા સાંકળ મજબૂત બનશે અને કંપનીઓના ખર્ચમાં ઘટાડો જોવા મળશે  એવો પણ અહેવાલમાં દાવો કરાયો છે. જગ્યા માટેની માગમાં વધારો થવાને કારણે ભાડાનાં દર પણ ૧૨થી ૧૪ ટકા જેટલા ઊંચે ગયા છે.

Post Comments