Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેરીની નિકાસ આ વર્ષે ૫૦,૦૦૦ ટનના આંકને પાર કરે તેવી વકી

- અત્યાર સુધી ૨૦૦ ટન કેરી રવાના થઇ ગયા વર્ષની સરખામણીએ પાક ઊંચો રહેવા ધારણાં

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
વર્તમાન નાણાં વર્ષમાં દેશની કેરીની નિકાસ ૫૦,૦૦૦ ટનના આંકને પાર કરે તેવી વકી છે. મજબૂત માગ અને નિકાસ કવોલિટીના પૂરવઠાને કારણે આ શકયતા જોવાઈ રહી હોવાનું સરકારી સંસ્થા અપેડાએ પીટીઆઈને જણાવ્યું હતું. 
 
દેશમાંથી ૪૫૭૩૦ ટન કેરીની નિકાસ થઈ ગઈ છે અને આ મહિનામાં અત્યારસુધી ૨૦૦ ટન કેરી રવાના થઈ છે. આવનારા સપ્તાહમાં નિકાસ વેગ પકડશે એમ અપેડાના અધિકારીએ જણાવ્યું હતું. 
 
પ્રસ્તુત કરાયેલા નિકાસ આંકડા અપેડામાં રજિસ્ટર્ડ થયેલા નિકાસકારો દ્વારા કરાયેલી નિકાસને લગતા છે. હાલમાં કેરીનો પાક સારો ઊતરી રહ્યો છે અને કવોલિટી પણ સારી છે. કમોસમી વરસાદ કે કરાં પડવાના કોઈ અહેવાલ નથી. આ સ્થિતિ ચાલુ રહેશે તો નિકાસ આંક ૫૦,૦૦૦ ટનને પાર કરશે એવી શકયતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 
 
દેશમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ૧.૯૨ કરોડ ટન રહેવાની વકી છે જે ગયા વર્ષે ૧.૮૬ કરોડ ટન રહ્યું હતું. કેરીની વિવિધ જાતોમાં કેસર કેરીની માત્ર દેશમાં જ માંગ રહે છે તેવું નથી વિદેશમાં પણ કેસર કેરીની ઉંચી માંગ હોય છે. 

Post Comments