Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદના - મેનકા ગાંધી

પર્શીયન બિલાડી ધૂમાડામાંથી બહાર આવી હતી

કેટલાક બિલાડીની સુવર્ણ પ્રતિમા બનાવી તેને પૂજે છે : રૃવાંડા ધરાવતી બિલાડી નોર્વેની છે

- પ્રાચીન કથાઓમાં બિલાડી એટલે ગોડ ઓફ લવ; બ્યુટી એન્ડ ફર્ટીલીટી : દુશ્મનોના નાશનો પ્રતિક

- ચૅરટ્રેક્સ પ્રકારની બિલાડી મઠમાં બે પગ ઉંચા કરીને પ્રાર્થના માટે બેસતી હતી

- ધાર્મિક વિધિમાં કિસાનો બિલાડીને સાથે રાખતા હતા

ભારતની ધરતી પર ચાલતી પૌરાણિક કથાઓ બાબતે મેં પ્રથમ પુસ્તક લખ્યું હતું. જેનું નામ 'બ્રહ્માના વાળ' હતું. જોકે તે ભારતના પ્લાંટ અંગે હતી. આપણી આસપાસ ફરતી પૌરાણિક કથાઓ હોય છે. સીધી-સાદી પરંતુ તે કેટલી સાચી અને આપણને કેવી રીતે અસર કરે છે તે જોવાનું છે. બિલાડીની ૧૦૦ જુદી જુદી જાતી છે પરંતુ મૂળભૂત રીતે તે બિલાડી છે. મોટાભાગની મૂળ જાતને મળતી આવે છે. તે મૂળ ક્યાંથી આવી અને તેની મૂળ જાત કઈ તે જોવાનું રસપ્રદ બને છે.
બિરમેન જાતની બિલાડી એ બર્માથી આવેલી છે.

ગોડેસ Tsun kyan-Kse ની સુર્વર્ણ પ્રતિમા મંદિરમાં મુકેલી હોય છે ત્યાં સાધુઓ જાય છે. મંદિરના વડા મૂર્તિની સામે બેસીને ધ્યાન ધરતા હોય છે. તેમની સાથે ધ્યાનમાં બેસતી બિલાડીનું નામ સીંન છે જે સફેદ રંગની હોય છે. એક રાત્રે સિયાચીન હુમલાખોરોએ ધ્યાન કરતા મંદિરના વડાની હત્યા કરીને મંદિર લૂંટી લીધું હતું. ત્યાં બેઠેલી બિલાડીની સફેદ રૃંવાટી સોનાની થઈ ગઈ હતી. તેની આંખો પણ મૂર્તિમાની ગોડેસ (દેવી) જેવી ચમકતી થઈ ગઈ હતી. તેના વડા, પૂંછડી, કાન અને મોંઢું બ્રાઉન કલરનું થઈ ગયું હતું. તેનો પંજો સફેદ થઈ ગયો હતો.

મંદિર પર શ્રધ્ધા રાખતી કિતાહ નામની જાતે હુમલાખોરો ફરી ના આવે એટલે મંદિરના બ્રોન્ઝમાંથી બનાવેલા દરવાજા બંધ કરી દીધા હતા. બીજા દિવસે બાકીની બિલાડીઓ પણ ધ્યાનમાં સાથે બેસતી બિલાડી જેવી થઈ ગઈ હતી. માર્યા ગયેલા મંદિરના સાધુની જગ્યાએ બીજાને મુકવાની વિચારણા ચાલતી હતી ત્યારે બિલાડીઓ એક યુવાન સાધુની આસપાસ ગોઠવાઈને એવો સંકેત આપ્યો હતો કે આ યુવાન સાધુને હવાલો સોંપો. એમ પણ કહેવાય છે કે મંદિરનો મુખ્ય સાધુ માર્યો ગયા પછી બિરમેન કેટ બન્યા હતા.

ખૂબ રૃવાંડા ધરાવતી નોર્વેના જંગલની બિલાડી ૪૦૦૦ વર્ષ પહેલાની છે, તેને બિલાડીની સૌથી જુની જાત તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણીક વાતો અનુસાર બિલાડી જંગલમાં ભમ્યા કરતી હતી અને પોતાની ઈચ્છા અનુસાર પ્રગટ થતી અને અદ્રશ્ય થઈ જતી હતી. ધીરે-ધીરે તે ખેતરોમાં આવીને કિસાનો સાથે રહેવા લાગી હતી. કેટલાક વહાણો પણ બિલાડી સાથે હંકારવામાં આવતા હતા. પ્રાચીન કથાઓમાં પણ એવું પણ છે કે ગોડેસ ઓફ લવ, બ્યુટી, ફર્ટીલીટી અને હોમના રથને બે મોટી બિલાડી ખેંચતી હોય એમ દર્શાવાયું છે.

જેમાંની એક બિલાડી સફેદ અને બીજી બ્લેક હોય છે. આ ઉપરાંત એક મેલ અને બીજી ફીમેલ હોય છે. જે કિસાનો બિલાડીને વાટકો ભરીને દૂધ પીવડાવતા હોય તે કિસાનો પર વરસાદ અને સૂર્ય પ્રકાશની મ્હેર જોવા મળતી હતી. ટૂંકમાં તેમને તેમનો રીવોર્ડ મળતો હતો.

આવી જ એક અન્ય બિલાડીનું નામ છે ચેરટૂક્સ. તે એશિયા ક્ષેત્રમાંથી આવે છે. આ બિલાડી 'બ્લ્યુ-ગ્રે' કલરમાં હોય છે તે સિરિયાની છે અને ફ્રાંસના સાધુઓએ ભેટમાં આપી હતી. પૌરાણીક વાતો અનુસાર સાયપ્રસ અને માલ્ટા જેવા ટાપુના મઠમાં તેને રખાતી હતી. સાધુઓ સવારે ઝેરી સાપનો શિકાર કરીને પાછા ફરતા ત્યારે બિલાડીઓને ઘંટ વગાડીને ભેગી કરતા હતા. આ બિલાડીઓ સાધુઓની જેમ જ ધ્યાનમાં બેસતી, મૌન રાખતી, પ્રાર્થનાની મુદ્રામાં બેસતી હતી. કેટલીક ચેર ટ્રક્સ પ્રકારની બિલાડી આગળના બે પગ ઉંચા કરીને પ્રાર્થનાની મુદ્રામાં બેસતી હતી.

પૂંછડી વીનાની જોન્કસ બ્રીડ ૧૭૦૦ના દાયકાની છે. તેની વાર્તા એવી છે કે તે ઘરમાં મોડી આવતા તેની માલકણે ઉતાવળે બારણું બંધ કરતા તેની પૂંછડી કપાઈ ગઈ હતી. બીજી પૌરાણિક વાત એવી છે કે જેને પૂંછડી નથી હોતી તેના આગળના પગ લાંબા હોય છે. મેંક્સ કેટ સસલાની જેમ જમ્પ મારી શકે છે. થાઈલેન્ડની બે બિલાડી આવી છે. સિઆમીસ આ બિલાડી રાજા કે રાજવી કુટુંબને આપવા પરમીટ આપવા માગતા હતા.

પૌરાણીક કથા અનુસાર સિઆમીસ રાજાનું મૃત્યુ થયું ત્યારે તેનો આત્મા સિઆમી બિલાડીઓમાંથી પસાર થયો હતો. જ્યારે રાજા સ્વર્ગમાં ગયો ત્યારે તેની જગ્યાએ આવનાર બીજા રાજાએ આ બિલાડીને રાખી હતી. આ બિલાડીને સમૃદ્ધિ ભરેલી જીંદગી જીવવા મંદિરમાં મોકલી અપાતી હતી જ્યાં તે પોતાની બાકીની જીંદગી વીતાવતી હતી. કોઈ મોટો માણસ મૃત્યુ પામે તો તેનો આત્મા બિલાડીમાં છે એમ સમજીને લોકો બિલાડીના આશિર્વાદ મેળવતા હતા. કેટલીક સિઆમી બિલાડીને વળવાળી પૂંછડી હોય છે.

લોકમાન્યતા એવી હતી કે પ્રિન્સેસની વીંટીના આકારના પૂંછડીના વળ છે. પ્રિન્સેસ સ્નાન કરતી હતી ત્યારે વીંટીને સલામત સ્થળે મુકવા માગતી હતી એટલે તેણે બિલાડીની પૂંછડીમાં તે ભરાવી દીધી હતી. જ્યારે સિઆમીઓ પોતાના રાજને બચાવવા ઘરની બહાર નીકળી ગયા ત્યારે એક મેલ સિઆમી બિલાડી નામે 'ટાયન' અને એક ફીમેલ બિલાડી 'ચુલા'એ પ્રાચિન મંદિરના બુદ્ધ ભગવાનની સોનાની પ્રતિમાની જાળવણી કરી હતી. ટાયન મંદિરના પૂજારીને શોધવા ગઈ હતી.

ફીમેલ ક્યારેય મંદિરમાંથી બહાર ના ગઈ અને પોતાની પૂંછડી ઉંચી રાખીને સુતી હતી તેથી કોઈ એમ ના માને કે કોઈ અંદર નથી !! આ ફીમેલ મંદિરમાં એવા બચ્ચાંને જન્મ આપ્યો હતો કે તેમની પૂંછડી વીંટીના વળ જેવી હતી અને મોટી આંખો હતી.

કોરાટ નામની બિલાડી બ્લ્યુ-ગ્રે છે. આ બિલાડીને કિસાનો તેમની સાથે ધાર્મિક વિધિમાં સાથે રાખતા હતા. આ વિધિ ખેતરોમાં વરસાદ પાડવા બાબતે હતી. એ વાત પણ બહુ જાણીતી છે કે થાઈલેન્ડની બિલાડી અને કોરાટ પ્રકારની બિલાડીની પેર લગ્નના દિવસે વહુને અપાતી જે હેપ્પી મેરેજની ખાત્રી સમાન હતા.

ઈજીપ્તની 'માઉ' પ્રકારની બિલાડીને શહેરી બિલાડી કહેવાય છે. આ બિલાડીઓની ભગવાન તરીકે પૂજા થતી હતી. તેમના મૃત્યુ બાદ તેમની સમાધિ પણ બનાવવામાં આવતી હતી. 'માઉ' અંગે એક પૌરાણિક કથા એવી પણ છે કે તેણે એક વિશાળ સાપને મારી નાખ્યો હતો. ટૂંકમાં તે દુશ્મનોના નાશ માટેના પ્રતિક સમાન હતી.

૧૬૮૪ની સદીમાં પર્સીયન કેટ તેની રૃંવાડી અને પહોળા ફેસ માટે જાણીતી હતી. પૌરાણિક વાતો અનુસાર આ બિલાડીએ નોહાનો અર્ક તૈયાર કર્યો હતો. વધુ પડતા ઉંદરો મરતા નોહા નામના ઉંદરે ભગવાનને મદદ કરવા કહ્યું. ભગવાને આદેશ કર્યો કે તું સિંહના નસકોરાને ધસ આમ કરવાથી સિંહે છીંક ખાધી અને તેમાંથી બિલાડીની પેર બહાર આવી. એટલે જ બિલાડીને સિંહનું નાનું રૃપ ગણવામાં આવે છે. એક વાત એવી પણ છે કે એક વેપારીને ચોરો લૂંટીને ઈજા કરીને ભાગી ગયા હતા ત્યારે એક અજાણ્યો મદદે આવ્યો હતો. તેણે વેપારીને કહ્યું કે તે જાદુગર છે. તું તારી કોઈપણ એક ઈચ્છા બોલ, જોકે વેપારી ખુલ્લા આકાશ નીચે બેસવા માગતા હતા ત્યારે જાદુગરે બે તારાના પ્રકાશ વચ્ચે ધૂમાડો ઉભો કર્યો અને તેમાંથી ચમકતી બિલાડી બહાર આવી હતી તે પ્રથમ પર્સીયન બિલાડી હતી.

તૂર્કિસ્તાનથી બિલાડીની બે જાત આવી હતી. જેમાં લાંબી લાલ પૂંછડીવાળી ટર્કીશ વાન કેટ છે જેના માથે ટપકું હોય છે. તે પાણીમાં રમી શકે છે. બીજી જાતનું નામ વ્હાઈટ તૂર્કીશ એંગોરા છે. બે જગ્યાએ તે જોવા મળે છે. મહમ્મદ પયગંબર પાસે આવી ટર્કીશ અંગોરા હતી. તે બિલાડીને બહુ સાચવતા. જો તેમના લાંબા ઝભ્ભા પર સુઈ જતી તો તે ડીસ્ટર્બ ના થાય એટલે ઝભ્ભાનો એટલો ભાગ કાપી નાખતા હતા. ૧૯૨૩માં રીપબ્લીક ઓફ તૂર્કીસ્તાનના સ્થાપક મુસ્તફા કેમલ અતાતર્કે એવો આદેશ કર્યો હતો કે તેમની જગ્યાએ આવનારના ઘૂંટણ પર એક આંખ વાળી વ્હાઈટ કેટ બચકું ભરશે.

Post Comments