Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં અમનનગરમાં ગેસકંપની દ્વારા થતી કામગીરીમાં લાઈન તુટતા મચી ભાગદોડ

- ભયમાં આવેલા ૪૦૦૦ લોકોએ ભેગા થઈને કામ બંધ કરાવ્યું, જવાબદારો સામે પગલા ભરવા માંગ

ભુજ, તા.09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ગુજરાત ગેસ લીમીટેડના કર્મચારીઓ   દ્વારા ભુજના અમનનગરમાં  ગેસલાઈનની  કામગીરી દરમિયાન બેદરકારી પુર્વક કામ કરીને ચાલુગેસની લાઈન તોડી નાખતા ભારે ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે તાત્કાલિક અસરથી પુરવઠો બંધ કરાવીને સમારકામ કરાવી લેતા મોટી દુર્ધટના બનતી અટકી હતી.૪૦૦૦ લોકોના જીવ જોખમમાં મુકનાર કંપની સામે લોકોએ ભારે વિરોધ દર્શાવીને કામગીરી હાલપુરતી બંધ કરી  નખાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ બપોરે ૨.૧૫ વાગ્યે ખોદકામ દરમિયાન જેસીબી દ્વારા કરાતી કામગીરીમાં નીેચે રહેલી ગેસભરેલી ચાલુ લાઈન અકસ્માતે તુટી ગઈ હતી.  જેથી ગેસ લીકેજ થતા લોકોના જીવ અધૃધર થઈ ગયા હતા. તાત્કાલિક અસરથી ફાયર ફાઈટર ઘટના સૃથળે પહોંચીને મેઈન પુરવઠો બંધ કરાવીને સિૃથતી કાબુમાં લીધી હતી. ગેસલીકેજની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને તાત્કાલિક અસરથી આગળની કામગીરી પણ બંધ કરાવી દીધી હતી. લોકોએ જણાવ્યું હતું કે, બેદરકારીપુર્વક કામગીરીના કારણે ૪૦૦૦ લોકોના જીવ પર સંકટ તોળાયું હતું, આવી જોખમી કામગીરી થવા સમયે કંપનીના જવાબદારોને હાજર રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જયાં સુધી લોકોની શરતો મુજબ કામગીરી નહી ંકરાય ત્યાં સુધી કામ પુન: ચાલુ નહીં કરાય તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Post Comments