Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ભટકતા પશુપાલકો

- ઘાસચારો ખલાસ થવાની આરે: ભાવ વધારાથી માલધારીઓની હાલત કફોડી

- રાજય સરકાર તાલુકા દીઠ ઘાસડેપો શરૃ નહીં કરે તો આવનારા દિવસોમાં પશુઓને ભૂખે મરવાની નોબત

ભુજ,તા.20 માર્ચ 2017 સોમવાર

ગત વર્ષે ઓછો વરસાદ કચ્છમાં થતા હાલ અછત જેવી સિૃથતિ વચ્ચે પશુઓ અને માલધારીઓની હાલત કફોડી બની છે. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યાં ઘાસચારાની તંગીના લીધે ભાવમાં પણ વધારો થયો છે. જેમ જેમ ઉનાળો બેસશે તેમ ઘાસની અછત સર્જાવાના લીધે ભાવ હજુ ઉંચકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એક મણ (૪૦ કિલો) રંજકો જે સામાન્ય રીતે ૬૦થી ૭૦ રૃપિયે વેંચાતું હતું તેના ભાવ હાલ ૮૦ રૃપિયાથી ૮૫ રૃપિયા સુધી પહોંચી ગયા છે. તથા લીલો ચરો ૪૦ કિલોના ૫૦થી ૬૦ રૃપિયા હતા. તેના હાલમાં ૬૫થી ૭૦ રૃપિયા થઈ ગયા છે. જેના પગલે પશુઓને શું ખવડાવવું તેવો પ્રશ્ન માલધારી અને ખેડૂતોને સતાવી રહ્યો છે.

કચ્છમાં ઓછા વરસાદના લીધે અછતની પરિસિૃથતિ ઉદભવી છે. કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી જરૃરિયાતવાળા વિસ્તારોમાં ઘાસડેપો શરૃ કરવામં આવે તે સમય હવે પાકી ગયો છે તેમ છતાંય રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલતું નથી. અછત જેવી સિૃથતિ વચ્ચે હાલ જિલ્લાના લગભગ તમામ તાલુકા મથકે ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. અને બીજી તરફ ચારાના ભાવ પણ સામાન્ય દિવસો કરતા વધી ગયા છે. જેના પગલે પશુપાલકો અને કિસાનવર્ગની હાલત કફોડી બની છે. જે ઘાસ મણ દીઠ રૃા.૫૦થી ૬૦માં બજારમાં વેચાતું હતું તે આજે ૬૫થી૭૦ના ભાવે મળી રહ્યું છે. સુકો ચારો-કળબના ભાવ તો હાલ ૨૭૫-૩૨૫ની આસપાસ ચાલી રહ્યો છે. ત્યારે હાલ પશુઓના પેટ કેમ ભરવા તે પ્રશ્ન પશુપાલકોને સતાવી રહ્યો છે. લીલો ચારો તો હાલ અમૂક જ તાલુકા કે જ્યા ખેતીનું પ્રમાણ સારૃં છે જેવા કે, અંજાર, મુંદરા, માંડવી, ભુજમાં જ ઉપલબૃધ છે.

જ્યારે બીજીબાજુ અબડાસા, લખપત અને બન્ની-પચ્છમ વિસ્તારમાં લીલો ચારો શોધ્યો પણ જડતો નથી. પશુ પાલકોના જણાવ્યા પ્રમાણે લીલોચારો કચ્છમાં માંડ મળતો હતો પરંતુ ઉનાળો શરૃ થઈ જતા હવેતે મેળવવો મુશ્કેલ બન્યો છે. હાલે કચ્છ બહારના શહેરોમાંથી ઘાસચારો મંગાવવો પડે છે. જેમાં ભાવવધારાની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચનો પણ માર વેઠવો પડે છે. સામાન્ય રીતે એક પશુપાલક પાસે ૧૦૦ પશુ હોય તો આ ભાવે ઘાસ પોષાય જ નહીં. લીલો ચારો મોંઘો પડતો હોવાથી સુકોચારો તેમાં પણ કપાસના કાલા, ડાંગર, મકાઈ વગેરે પશુઓને આપી ચલાવી રહ્યા છીએ. રાજ્ય સરકાર અછત જાહેર કરી રાહતના પગલારૃપે ઘાસ ડેપો શરૃ નહીં કરે તો આવનારા દિવસોમાં હાલત વધુ ખરાબ થાય તેવી શકયતાઓ છે.

Post Comments