Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં સ્વાઇન ફલૂંના ૮ દર્દી સારવાર હેઠળ : બેની સ્થિતિ ગંભીર

- તાવના ૧૦૪, ઝાડાઉલ્ટીના ૧૧૨ કેસ, ડેન્ગ્યું તથા ચિકનગુનિયાના ૨ કેસ

- મ્યુનિ. આરોગ્ય તંત્ર હરકતમાં

ભાવનગર, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ભાવનગર શહેરમાં સ્વાઇન ફલું ઉપરાંત અન્ય રોગચાળો વકરતો જાય છે. હાલ સ્વાઇન ફલૂના ૮ કેસ સારવાર હેઠળ છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીમાં ભાવનગર શહેરમાં રોગચાળો નિયંત્રણ હોઇ તેટલી રાહત લોકો અનુભવી રહ્યા છે.

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ સ્વાઇન ફલુએ કાળો કહેર વર્તાવ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફલૂથી ૨ દર્દીના મોત થયા છે. જ્યારે ૮ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી બે દર્દીની હાલત ગંભીર હોવાનું મેડિકલ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ૮ દર્દીઓ જે સારવાર હેઠળ છે તેમાં ૪ પુરૃષ અને ૪ મહિલાનો સમાવેશ થાય છે. બે દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં જે ૬ દર્દીઓ સ્વાઇન ફલૂની સારવાર લઇ રહ્યા છે તેમાં સર ટી. હોસ્પિટલમાં ૧ દર્દી તથા બાકીના પાંચ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

શહેરમાં સ્વાઇન ફલૂં ઉમરાંત છેલ્લા અઠવિડાયા દરમિયાન સાદા તાવના ૧૦૪ કેસ તથા ઝાડા ઉલ્ટીના ૧૧૧ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ચિકનગુનિયાના ૨ કેસ તથા ડેન્ગ્યુંના ૨ કેસ અને ટાઇફોઇડના ૫ કેસ નોંધાયા હતા. જોકે ચિકનગુનિયાના કેસની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ખાનગી દવાખાનાના દાકરોએ મનપાને રિપોર્ટ કરતા નથી. હાલના રોગચાળાને ધ્યાને લઇને મ્યુનિ. આરોગ્ય ટીમ દ્વારા રોગચાળાને ડામવા માટેના સઘન પગલા શરૃ કરવામાં આવ્યા છે.

Post Comments