Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવકનું સાસરિયાઓ દ્વારા કારમાં અપહરણ : રૃમમાં પૂરી માર માર્યો

- એક મહિનાથી પિયરમાં રહેતી પત્નીને મળવા જતાં

- માર મારતા જમાઈના કાનના પડદા ફાટી ગયા

જમાઈ મકરપુરા ડેપોથી સાસરીમાં આવે તે અગાઉ જ સસરા અને સાળાએ ભેગા મળી અપહરણ કર્યું
(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

પિયરમાં ગયા બાદ એક મહિના સુધી પરત નહી ફરેલી પોતાની પત્નીને મળવા માટે જઈ રહેલા ધંધુકાના યુવકનું સાસરિયાઓએ કારમાં અપહરણ કર્યા બાદ તેને રૃમમાં પૂરીને માર મારતા તેના કાનના પડદા ફાટી ગયા હતા.

અમદાવાદના ધંધુકા તાલુકા સ્થિત ફેદરાગામમાં રહેતા ૨૫ વર્ષીય હર્ષદ ભાઈ પ્રવિણભાઈ ઝાલાહાલમાં એમ.એ.,બી.એડ.નો  અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના ગામના વતની અને હાલમાં શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ વ્રજધામ સોસાયટીમાં રહેતાં કાંતીભાઈ છગનભાઈ પરમારની પુત્રી ઉષા સાથે તેમનું ગત માર્ચ-૧૪માં રજીર્સ્ટડ મેરેજ થયું છે અને દંપતીને કોઈ સંતાન નથી. ગત જાન્યુઆરી -૧૭માં તેમની પત્ની વડોદરામાં તેના પિયરમાં ગયા બાદ એક મહિના સુધી પરત નહી આવતા તે ગત ૨જી ફેબુ્રઆરી-૧૭ના રોજ   સાસરીમાં પત્નીને મળવા ગયા હતા.

તે મકરપુરા ડેપો પરથી સાસરીમાં ચાલતા જતા હતા તે વખતે તેમનો સાળો જયેશ કાંતીભાઈ પરમાર તેમને જોઈ જતા તેણે ઘરે ફોન કરી પિતાને જાણ કરી હતી. ફોન કર્યા બાદ તેમના સસરા તેમજ અન્ય સશસ્ત્ર સાસરિયાઓ કાર લઈ મકરપુરા ડેપો પાસે પહોંચી ગયા હતા અને તેઓએ તેમનું બળજબરીથી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. તેઓએ હર્ષદભાઈને તેમના સસરાની સિમેન્ટની દુકાન પાસે લઈ માર માર્યો બાદ સસરાના ઘરમાં લઈ ગયા હતા અને ત્યાં ફરી માર મારી ધમકી આપી હતી કે આજ પછી વડોદરામાં આવીશ કે ઉષાને મળવાની કે તેને સાથે લઈ જવાની કોશિષ કરીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશું અને ખોટા કેસમાં પુરીવાી દઈશું.

માર મારતા તે ઘરમાં બેભાન થતાં આ બનાવની સોસાયટીના રહીશે પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બંધ મકાનનું તાળું ખોલાવી તેમને પોલીસ મથકે લઈ ગઈ હતી અને જ્યાંથી તેમને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા. વધુ સારવાર માટે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જતાં તેમના કાનના પડદા તૂટી ગયાની જાણ થઈ હતી.આ બનાવમાં મકરપુરા પોલીસે હર્ષદભાઈના સસરા કાંતીભાઈ તેમજ અન્ય સાસરિયા બળવંત છગન પરમાર, રધુ છગન પરમાર, જીગ્નેશ રઘુ પરમાર, ચંદુ વાલજી પરમાર અને જીતુ બળવંત પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments