Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુમનદીપ વિદ્યાપીઠનું દબાણ દૂર કરવાની સત્તા સરકારે જિલ્લા પંચાયતને સોંપી

-દબાણ દૂર કરવા માટે જિલ્લા પંચાયતે મહેસુલ વિભાગ પાસે અભિપ્રાય માંગ્યો હતો,તા.૨૯ મીએ નિર્ણય લેવાશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.18 જુલાઇ 2017, મંગળવાર

વડોદરા જિલ્લાના પીપળીયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના સાડાત્રણલાખ ફુટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાના મુદ્દે રાજ્યના મહેસુલ વિભાગે વડોદરા જિલ્લા પંચાયતને સત્તા સોંપતા આગામી તા.૨૯મીએ મળનારી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં દબાણ બાબતે  નિર્ણય લેવાશે.

વાઘોડિયાના પીપળીયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા કેન્ટીન,હોસ્ટેલ સહિતના સ્થળોએ કરેલા અંદાજે સાડાત્રણ લાખ ફુટના ગેરકાયદેસર બાંધકામની દૂર કરવાના મુદ્દે વડોદરા જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૧૬માં ગેરકાયદેસર દબાણનોરિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારના મહેસુલ વિભાગને મોકલી અભિપ્રાય માંગ્યો હતો.
મહેસુલ વિભાગે આ અંગે કોઇ અભિપ્રાય નહી આપતા જિલ્લા પંચાયત દ્વારા ફરીથી કમિટી બનાવી તા.૧૫-૫-૨૦૧૭ના રોજ ફરીથી રિપોર્ટ તૈયાર કરી રાજ્યના મહેસુલ વિભાગને અભિપ્રાય માટે મોકલી આપ્યો હતો.
આખરે,મહેસુલ વિભાગે ગઇકાલે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી સુમનદીપ વિદ્યાપીઠના ગેરકાયદેસર બાંધકામ નો નિર્ણય જિલ્લા પંચાયતે જ લેવો તેમ કહી જિલ્લા પંચાયતને જવાબદારી સોંપી છે.

Post Comments