Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૃધ્ધ માતા-પિતા પુત્રના ઘેર ગયા અને ૨.૭૩ લાખની ચોરી થઇ

- સમીયાલા ગામે તસ્કરો ત્રાટક્યા

- સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

વડોદરા નજીક સમીયાલા ગામે ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સાડા આઠ તોલા સોનાના અને ૪૩૦ ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૃા.૨.૭૩ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. સમીયાલા ગામે પટેલ ફળીયામાં  મનુભાઇ હરમાનભાઇ પટેલ તેમના પત્ની સાથે રહે છે તેમના બે પુત્રો અલગ રહે છે તેમજ પુત્રીના લગ્ન થઇ ગયા છે.

તા.૬ની રાત્રે તેઓ નાના પુત્ર પિયુષના ઘેર કામ હોવાથી ત્યાં ગયા  બાદ ત્યાંજ રાત્રે રોકાયા હતાં. બાદમાં આજે સવારે તેમના ભત્રીજા ધુ્રવનો ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તેમજ તિજોરીઓ પણ ખુલ્લી જણાય છે જેથી મનુભાઇ તેમના પુત્ર સાથે તુરંતજ સમીયાલા પહોંચી ગયા હતાં.

ઘરમાં તપાસ કરતા ઉપર તેમજ નીચેના માળે રાખેલી તિજોરીમાંથી સોનાના ચુડા, મંગળસૂત્ર, બંગડી, વીંટ મળી ૮.૫ તોલા સોનાના દાગીના તેમજ ચાંદીના સિક્કા, છડા, લકી મળી ૪૩૦ ગ્રામ ચાંદીના ઘરેણા અને રૃા.૧૨૯૦૦ રોકડ મળી કુલ રૃા.૨.૭૩ લાખની મત્તા લૂંટી ગયા હોવાનુ જણાયુ હતું. ચોરીના આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments