Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંધ્ર બેન્કના માજી ડાયરેકટર અનુપ ગર્ગની ઇડી દ્વારા ધરપકડ

- સ્ટર્લિંગ ગૃપને રૃા.૫૦૦૦ કરોડની લોનમાં મદદ કરનાર

- ઇડી તપાસ પૂરી કરે તે પછી વધુ તપાસ માટે સીબીઆઇ પણ ધરપકડ કરશે

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

વડોદરાની સ્ટર્લિગ ગુ્રપ ઓફ કંપનીને આંધ્ર બેન્કના ડાયરેકટર અને અધિકારીઓની મીલીભગતથી રૃા.૫૦૦૦ કરોડની લોન પધરાવી દીધી હતી. જે સ્ટર્લિગ ગૃપે ભરપાઇ નહી કરતા આખરે સીબીઆઇએ સ્ટર્લિંગ ગૃપ અને બેન્કના ડાયરેકટરો સામે ફરીયાદ નોંધી હતી. જે આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા આંધ્ર બેન્કના નિવૃત ડાયરેકટર અનુપ પ્રકાશ ગર્ગની ગઇ મોડી રાતે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સ્ટર્લિગ ગૃપ ઓફ કંપની સામે સીબીઆઇમાં થયેલી બે ફરિયાદમાં હવાલા કૌભાંડ અને રાષ્ટ્રીયકૃત બેન્કોના નાણાં ભરપાઇ નહી કરતા બેન્કના કેટલાક ડાયરેકટરો અને આઇટીના કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની તપાસ હાલમાં ચાલી રહી છે. વડોદરામાં થોડા વખત પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીએ સ્ટર્લિંગ ગૃપની તપાસ કરી હતી સાથે સાથે જે આંગડીયા દ્વારા રોકડ રકમ આઇટી અને આંધ્ર બેન્કના અધિકારીઓને પહોંચાડી હતી તેની તપાસ કરી હતી.

આ કિસ્સામાં આંધ્ર બેન્કમાંથી રૃા.૫૦૦૦ કરોડની લોન આપવામાં મદદરૃપ થનાર ડાયરેકટર અનુપ પ્રકાશ ગર્ગ જેઓને સ્ટર્લિંગ ગૃપના સંચાલકો દ્વારા રૃા.૧.૫૨ કરોડની રોકડ રકમ પહોંચાડવામાં આવી હોવાનો ઉલ્લેખ વર્ષ ૨૦૧૧ની ડાયરીમાં કરવામાં આવ્યો છે તેમની  ગઇકાલે ઇડીએ ધરપકડ કરી છે. ઇડી દ્વારા તપાસ બાદ સીબીઆઇ વધુ તપાસ માટે અનુપ પ્રકાશ ગર્ગની ધરપકડ કરશે તેમ જાણવા મળે છે.
અનુપ પ્રકાશ ગર્ગ મે-૨૦૦૨થી ઓકટોબર ૨૦૦૯ સુધી કેનેરા બેન્ક અને આંધ્ર બેન્કમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી. હાલમાં તેઓ લાઇફ ઇન્સ્યુરન્સ ઓફ ઇન્ડિયાના ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે ઇન્દોર રહે છે.
 

Post Comments