Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના કાંઠેથી રવાના થયેલી શાર્કે ૨૦૦ દિવસમાં ૫૫૦૦ કિલોમીટરની સફર કરી

-વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંશોધકોએ શાર્કનું સેટેલાઈટ ટ્રેકિંગ કર્યું

-ભારતના દરિયાકાંઠેથી નોંધાયેલું આ સૌથી લાંબા અંતરનું સ્થળાંતર:વ્હેલ શાર્કનું ટ્રેકિંગ હજુ પણ ચાલુ છે

 

(વિશેષ પ્રતિનિધિ દ્વારા)    અમદાવાદ,તા.13 ઓગસ્ટ 2017, રવિવાર

શાર્ક માછલીની ગતિવિધિ પર નજર રાખવામાં 'વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (ડબલ્યુટીઆઈ)'ના સંશોધકોને નોંધપાત્ર સફળતા મળી છે. ગુજરાતના કાંઠેથી રવાના થયેલી વ્હેલ શાર્ક (શાર્કનો એક પ્રકાર) માછલીનું છેલ્લા ૨૦૦ દિવસથી સતત ટ્રેકિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન માછલી કુલ મળીને ૫૫૦૦ કિલોમીટર (૨૯૭૦ નોટિકલ માઈલ)નું અંતર કાપીને સોમાલિયા તરફ પહોંચી હોવાનું નોંધાયુ છે.

ગુજરાત ફોરેસ્ટ વિભાગ અને તાતા કેમિકલ્સની મદદથી વાઈલ્ડલાઈફ ટ્રસ્ટે વ્હેલ શાર્ક કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૃ કર્યો છે. કોઈ પણ પ્રાણીનું કન્ઝર્વેશન કરવું હોય તો તેની ગતિવિધિ પર નજર રાખવી પડે. વન્યજીવોની ગતિવિધિ પર નજર રાખવાની એકમાત્ર તેના શરીરમાં ચીપ ફીટ કરી તેનું ટ્રેકિંગ કરવાની છે. વ્હેલ શાર્ક જેવા દરિયાઈ જીવોના કિસ્સામાં આ ટ્રેકિંગ સેટેલાઈટની મદદથી કરવામાં આવે છે. ડિસેમ્બર ૩૦, ૨૦૧૬ના રોજ સુત્રાપાડાના કાંઠે એક કદાવર ૧૮-૨૦ ફીટ લાંબી શાર્કને ચીપ પહેરાવાઈ હતી. ત્યારથી આ શાર્કનું સફળતાપૂર્વક ટ્રેકિંગ થઈ શક્યુ છે.
અગાઉ ઘણા કિસ્સામાં શાર્કને ચીપ પહેરાવ્યા પછી ૬૦-૭૦ દિવસ પછી ટ્રેકિંગ બંધ પડી જવાની ઘટનાઓ નોંધાઈ હતી. એટલે કે ટ્રેકિંગમાં જોઈએ એવી સફળતા મળી ન હતી. પરંતુ સદ્ભાગ્યે આ શાર્કનું સતત ટ્રેકિંગ થઈ શક્યું હતું. ગઈ સાતમી ઓગસ્ટે ટ્રેકિંગના ૨૦૦ દિવસ પૂર્ણ થયા હતા. એ વખતે માછલી કુલ મળીને ૫૫૦૦ કિલોમીટર (ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં વધુ) અંતર કાપી ચૂકી હતી. ભારતના કાંઠેથી રવાના થયેલા કોઈ પણ પ્રાણીનું આ સૌથી મોટું માઈગ્રેશન (સ્થળાંતર) ટ્રેકિંગ છે.

૨૦૧૬ની ૩૦મી ડિસેમ્બરે સવારે હીરાભાઈ નામના માછીમારની જાળમાં આ કદાવર શાર્ક સપડાઈ હતી. હીરાભાઈએ તુરંત શાર્ક સંરક્ષણ ટીમને જાણ કરી હતી. એ ટીમે આવીને માછલીને જાળમાંથી છોડાવવા ઉપરાંત તેને ટ્રેક કરવાની પણ સગવડ કરી હતી. એ વખતે એ ટ્રેકિંગ ચીપ ફીટ કરાઈ હોય એવી સાતમી માછલી હતી. ત્યારથી સતત તેનું ટ્રેકિંગ થતું રહ્યું છે અને હજુ પણ ચાલુ રહેશે.

ગુજરાતના કાંઠે નિયમિત રીતે વ્હેલ શાર્ક પ્રકારની માછલીઓ આવતી રહે છે. માટે આ માછલીના વૈશ્વિક અભ્યાસીઓને પણ આ ટ્રેકિંગમાં રસ પડયો હતો. વ્હેલ શાર્ક લાંબા અંતરના પ્રવાસ માટે જાણીતી છે, પરંતુ એ અંગે હજૂ પૂરી માહિતી વિજ્ઞાાનીઓને પણ મળી નથી. એ સંજોગોમાં આ માહિતી સંશોધન માટે ઉપયોગી સાબિત થશે.

Post Comments