Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાનના PMને ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવાશે

- જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાનું પ્રદર્શન કરાશે

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017 બુધવાર

આજે જાપાનના વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતનાં જુદા-જદા રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. જેમાં ગુજરાત, કેરળ, અરુણાચલ પ્રદેશ જેવા ભિન્ન રાજ્યોની પરંપરાગત નૃત્યોની ઝલક બતાવવામાં આવશે.

જાપાનના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટથી સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમ સુધી ગુજરાત અને ભારતની સંસ્કૃતિ, કલ્ચરની ઝાંખી કરાવાશે. બન્ને વડાપ્રધાનો લગભગ 8 કિલોમીટરનાં લાંબા રસ્તા પર ખુલ્લી જીપ અથવા તો કારમાં જશે.

આ રસ્તા પર લગભગ ૪૩ જગ્યાએ નાના-નાના સ્ટેજ ઉભા કરાયા છે. જ્યાં નાના ભૂલકાંઓથી માંડીને સીનિયર કલાકારો પોતાની કલાગીરીના દર્શન કરાવશે. રોડની બન્ને બાજુએ નાગરીકો ઉભા રહી શકશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર વિવિધ જગ્યાએ જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાને પ્રદર્શિત કરાશે.

જેના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભવ્ય સ્વાગત થયા બાદ બન્ને મહાનુભાવો સાંજે 5 થી 5-30 વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમમાં પહોંચશે જ્યાં થોડો સમય રોકાશે. ત્યારબાદ જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હૈયાતમાં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનેક્સી સરકીટ હાઉસ જશે.

(તસવીર-સુરેશ મિસ્ત્રી)

Post Comments