Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દારૃ લેવા આવેલા યુવક પાસેથી મળેલા ૩૦ લાખ રાજકારણીના હોવાની આશંકા

- મકાન વેચીને નાણા લાવ્યાનું પુરવાર થઇ શક્યું નહી

- નિકોલમાં પકડાયેલા યુવકની કેફિયત આર્મી અધિકારી પાસેથી દારૃ લાવ્યો હતો

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
નિકોલમાં દારૃ ખરદવા માટે આવેલા યુવક પાસેથી રૃા. ૩૦ લાખ મળી આવ્યા હતા. પોલીસ અને ઇન્કમટેક્ષની તપાસમાં મકાન વેચીને નાણાં લાવ્યા હોવાનું તે પુરવાર કરી શક્યો ન હતો, જેથી ચૂંટણીમાં દારૃની રેલમછેલ કરવા માટે ૩૦ લાખ કોઇક રાજકાણીના હોવાની શંકા સેવાઇ રહી છે.

આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દારૃ-જુગારની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ચૂંટણી સમયે કોઇ ખલેલ ના પહોચાડે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે નિકોલમાં ડી માર્ટ ચાર રસ્તા પાસેથી પોલીસે દારૃ આપવા આવેલા સુરેશ પટેલ અને દારૃ લેવા ઇનોવા લઇને આવેલા શીવરક્ષા કેદારનાથ કુશવાહની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં શીવરક્ષાની ઇનાવો કારમા પોલીસે તપાસ કરતા તેમાંથી રોકડ રૃા. ૩૦ લાખ મળી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે મકાન વેચ્યું હોવાથી તેના રૃા. ૩૦ લાખ હોવાની વાત કરતાં પોલીસે પુરાવા મંગાવ્યા હતા. પરંતુ તે પુરાવા રજુ કરી શક્યો ન હતો. બીજીતરફ ચૂંટણી આચાર સંહિતા ચાલુ હોવાથી કોઇપણ વ્યકિત પાસેથી રોકડા ૧૦ લાખથી વધુ પકડાય તો આયકર વિભાગને જાણ કરવાની હોવાથી નિકોલ પોલીસે યુવકને ઇન્કમટેક્ષ વિભાગને સુપરત કર્યો હતો. આઇટી અધિકારીઓએ રૃા. ૩૦ લાખ કબજે કરીને પુરાવા મંગાવતાં ત્યાં પણ યુવક મકામ વેચાણ અંગેના પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી દારૃની ખરીદી કરવા આવેલા યુવક પાસેથી મળી આવેલી આટલી મોટી માતબરની રકમ કોઇ રાજકરણીની હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે યુવક મગનું નામ મરી પડતો નથી.

બીજીતરફ દારૃની બોટલ સાથે પકડાયેલા યુવક પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ દારૃ તે એક આર્મી અધિકારી પાસેથી લાવ્યો હતો. પરંતુ આર્મી અધિકારીનું નામ તે જાણતો નહી હોવાનું રટણ કરી રહ્યો હોવાનું નિકોલ પોલીસ જણાવી રહી છે.

Post Comments