Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CBSEના માત્ર મેડિકલ-ડેન્ટલ માટે જ નીટના નોટિફિકેશનથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

- કેન્દ્ર સરકારે આયુર્વેદિક-હોમિયોપેથી માટે પણ ફરજિયાત કરી હોવા છતાં

- CBSEના નોટિફિકેશનમાં આયુર્વેદિક,હોમિયોપેથીનો ઉલ્લેખ જ કરાયો નથી

રાજ્ય સરકારે પણ નીટ ક્યા કોર્સ માટે રહેશે તે માટે કોઈ નોટિફિકેશન કર્યુ નથી
અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા તેમજ આરોગ્ય મંત્રાલય દ્વારા નોટિફિકેશન કરીને ૨૦૧૮-૧૯ના વર્ષથી મેડિકલ,ડેન્ટલ સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી-નેચરોપેથી માટે પણ નીટ ફરજીયાત કરી દીધી છે અને આ વર્ષથી નીટ મેડિકલ-ડેન્ટલ સાથે આયુર્વેદિક-હોમિયોપેથી માટે પણ લેવાનાર છે.પરંતુ સીબીએસઈ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ નીટના નોટિફિકેશનમાં આયુર્વેદિક,હોમિયોપેથીનો ઉલ્લેખ કરાયો નથી.નોટિફિકેશન માત્ર મેડિકલ-ડેન્ટલનો જ ઉલ્લેખ કરાયો છે.બીજી બાજુ અન્ય  કેટલાક રાજ્યોની જેમ ગુજરાતે હજુ સુધી આ વર્ષે નીટથી કયા કોર્સમાં પ્રવેશ મળશે તે અંગેનું નોટિફિકેશન કર્યુ નથી.જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ ફરજીયાત કરી દેવાઈ છે અને ગત વર્ષે પ્રથમવારની ફરજીયાત નીટ દેશભરમાં લેવાઈ હતી અને દરેક રાજ્યોમાં નીટના આધારે જ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ અપાયા હતા.પરંતુ ગત વર્ષે કેટલાક રાજ્યોએ આયુર્વેદિક,હોમિયોપેથી સહિતના કોર્ષમાં પણ નીટના આધારે પ્રવેશ આપ્યો હતો.જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.ગુજરાત સરકારે ગત વર્ષે નોટિફિકેશન કરીને મેડિકલ,ડેન્ટલ સાથે આયુર્વેદિક,હોમિયોપેથી અને નેચરોપેથીમાં નીટના આધારે જ પ્રવેશ થશે તેવુ જાહેર કર્યુ હતું.જ્યારે ફીઝિયોથેરાપી,નર્સિંગ સહિતના બાકીના પેરામેડિકલ કોર્સમાં ધો.૧૨ના માર્કસના આધારે પ્રવેશ અપાયો હતો.

ગત વર્ષે કેન્દ્ર સરકારે રાજ્યોને છુટ આપી હતી.પરંતુ ૨૦૧૮-૧૯થી ફરજીયાતપણે આયુર્વેદિક-હોમિયોપેથીમાં નીટથી જ પ્રવેશ આપવો તેવો નોટિફિકેશન દ્વારા આદેશ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આયુષ વિભાગની વેબસાઈટ પર પણ નોટિસ મુકી દેવાઈ છે કે આ વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯માં આયુર્વેદિક-હોમિયોપેથીમાં નીટના આધારે જ પ્રવેશ મળશે.આમ કેન્દ્ર સરકારનો સ્પષ્ટ આદેશ અને સ્પષ્ટતા છતાં પણ સીબીએસઈએ આગામી નીટ ૨૦૧૮ માટેના નોટિફિકેશનમાં માત્ર મેડિકલ-ડેન્ટલનો જ ઉલ્લેખ કર્યો છે.સીબીએસઈના નીટ ૨૦૧૮ના નોટિફિકેશનમાં લખવામા આવ્યુ છે કે નીટ ફોર મેડિકલ-ડેન્ટલ એટલે કે એમબીબીએ અને બીડીએસ.સીબીએસઈએ નોટિફિકેશનમાં આયુર્વેદિક,હોમોયેથીનો પણ ઉલ્લેખ કરવો ફરજીયાત છે તેવુ નિષ્ણાંતોનુ કહેવુ છે.

બીજી બાજુ મહારાષ્ટ્ર અને કર્ણાંટક સહિતના કેટલાક રાજ્યોએ જાન્યુઆરીમાં જ નોટિફિકેશન કરીને સ્પષ્ટતા કરી દીધી છે કે ૨૦૧૮-૧૯માં નીટ દ્વારા જ મેડિકલ-ડેન્ટલ સાથે આયુર્વદિક,હોમિયોપેથી સહિતના કોર્ષમાં પ્રવેશ અપાશે.મહારાષ્ટ્રે તો નર્સિંગ સહિતના તમામ કોર્સમાં નીટથી પ્રવેશ આપવાનું જાહેર કર્યુ છે.જ્યારે ગુજરાત સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરતુ કોઈ નોટિફિકેશન કર્યુ નથી.હંમેશા નિર્ણય લેવામા અને સ્પષ્ટતા કરવામાં પાછળ ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૮-૧૯ના વર્ષમાં મેડિકલ,ડેન્ટલ અને પેરામેડિકલના કોર્સીસમાં પ્રવેશ માટેના નિયમોની પણ કોઈ સ્પષ્ટતા ન કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે.

Post Comments