Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈ-વૅ બિલથી અનેક સમસ્યાઓ ઊભી થતી હોવાથી વેપારી આલમનો વિરોધ

- વેપારી આલમનો ઈ-વે બિલ સામેનો વિરોધ શમતો નથી

- ગ્રાહક સમર્થન ન આપે તો ઇ-વે બિલ માન્ય થઈ જશે અને વેપારીએ તેનો હિસાબ ચોપડામાં ફરજિયાત બતાવવો પડશે

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ઈ-વે બિલ માટેના નિયમો અને કાયદાકીય જોગવાઈઓને સરકાર આખરી ઓપ આપવાની મથામણ કરી રહી છે ત્યારે માલ ખરીદનાર વ્યક્તિ ઈ-વૅ બિલ ઇશ્યૂ થયાના ૭૨ કલાકની અંદર પોતે તે માલની ખરીદી કરી હોવાની બાબતને ઓનલાઈન સમર્થન ન આપે તો ઈ-વૅ બિલ આપોઆપ જ તેને નામે ચઢી જશે. પરિણામે તે ઈ-વૅ બિલમાં દર્શાવેલો માલ તેણે ખરીદેલો ગણાશે અને ચોપડામાં તેણે તેનો હિસાબ બતાવવો જ પડશે. તેમ જ તેના પરના વેરાની જવાબદારી પણ તેણે જ અદા કરવી પડશે.

કોઈ વેપારીને હેરાન કરવાના ઇરાદાથી જ કોઈ પાર્ટી તેના નામનું ઇ-વૅ બિલ જનરેટ કરી દે તો પણ તે વેપારીએ તેના નામના કોઈ ઇ-વૅ બિલ જનરેટ થયા છે કે નહિ તેના પર સતત નજર રાખતા બેસી રહેવું પડે તેવી ધાસ્તીને કારણે પણ ઈ-વૅ બિલનો સ્વીકાર કરવામાં વેપારી આલમ ખચકાટ અનુભવી રહી છે.

માલ ખરીદનાર તે માલની ખરીદી પોતે ન કરી હોવાનું કહી દે તો તેવા સંજોગોમાં માલ વેચનારે નવો ગ્રાહક શોધીને નવેસરથી વેચાણ કરી નવું ઈ-વૅ બિલ તૈયાર કરવું પડશે. કેટલાક કિસ્સામાં માલ તેના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી ખરીદનાર તેની ક્વોલિટી તેની અપેક્ષા પ્રમાણેની ન હોવાનું જણાવીને ખરીદવાનો ઇનકાર કરી દે તો તેવા સંજોગોમાં પણ માલ વેચનારને અનેક તકલીફો પડી શકે છે.

ઈ-વે બિલ ઇશ્યૂ કર્યા પછી દિવસના સરેરાશ ૧૦૦ કિલોમીટરના પ્રવાસ ગણીને માલને નિર્ધારિત સમયમર્યાદામાં તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દેવાની જોગવાઈનો પણ વેપાર અને ઉદ્યોગો વિરોધ કરી રહ્યા છે. જુદા જુદા પાર્સલ લેતા ટ્રાન્સપોર્ટર્સ એક શહેરના ગોદામમાંથી ૧૦૦૦ કિલોમીટર દૂર આવેલા શહેરના તેના બીજા ગોદામ પર માલ ઉતારી દે છે. ત્યારબાદ એક એક પાર્સલ જુદી જુદી જગ્યાઓ મોકલે છે. પરિણામે બીજા શહેરમાં પહોંચ્યા પછી ટ્રાન્સપોર્ટર્સને ફરીથી ઈ-વૅ બિલ બનાવવાની જફા કરવી પડવાની હોવાથી ટ્રાન્સપોર્ટર્સ ઈ-વૅ બિલને સ્વીકારવા તૈયાર જ નથી.

ઇ-વે બિલ ઇશ્યૂ કરાવ્યા પછી ૨૪ કલાકથી વધુ થઈ જાય તો ઈ-વૅ બિલ કેન્સલ કરી ન શકાય તેવી જોગવાઈ પણ વેપારી આલમને કનડી રહી છે. આ સમયમાં વધારો કરી આપવાની માગણી ટ્રેડ એસોસિયેશનોએ કરી છે. આ રજૂઆત કમિશનરના માધ્યમથી જીએસટી કાઉન્સિલ સમક્ષ પણ કરવામાં આવી છે.

એક તરફ સરકાર ઈ-વૅ બિલની જોગવાઈઓને આખરી સ્વરૃપ આપી રહી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગોએ આ જોગવાઈ સામે વિરોધ નોંધાવતી લેખિત રજૂઆત કરવા માંડી છે. બે ઉદ્યોગ સમુહ તરફ જીએસટી કચેરી સમક્ષ આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત જીએસટી કાઉન્સિલને પણ મોકલવામાં આવી છે.

મુંબઈનો વેપારી અમદાવાદના વેપારી પાસેથી કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવા સંપર્ક કરે છે. અમદાવાદનો વેપારી સુરતના વેપારીને ફોન કરીને મુંબઈની પાર્ટીની જરૃરિયાત પ્રમાણેનો માલ ખરીદીને તેના પેમેન્ટ કરી દઈને સુરતની પાર્ટીને જ મુંબઈ માલ રવાના કરી દેવાની સૂચના આપી દેતો હોવાના કિસ્સા બને છે. આ સંજોગોમાં ઇ-વૅ બિલ કેવી રીતે બનશે તે એક મોટો સવાલ છે.

અત્યારે નીકળી રહેલા ઈ-વૅ બિલમાં ટ્રેડ નેમ નહિ, પ્રોપરાઈટરના નામથી બિલ જનરેટ થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સના ગોદામ પર બે દિવસ માલ પડયો રહે તો તે ઇ-વૅ બિલ રદ થઈ જાય છે. આ સંજોગોમાં ટ્રાન્સપોર્ટર્સ કઈ રીતે નવા ઈ-વૅ બિલ મેનેજ કરે તે એક સમસ્યા જ છે. આ કારણસર પણ ૨૪ કલાકમાં ઇ-વૅ બિલ રદ થઈ જવાનો નિર્ણય નડી રહ્યો હોવાનું ઉદ્યોગોનું કહેવું છે.

કોલસા અને લોખંડની હેરફેર માટે ઈ-વૅ બિલ ન લેવડાવવા માગણી
(પ્રતિનિધિ તરફથી)   અમદાવાદ,શુક્રવાર
ઇન્ટ્રા સ્ટેટ એટલે કે એક જ રાજ્યમાં જે ૧૯ વસ્તુઓની હેરફેર માટે ઈ-વૅ બિલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે તેમાંથી ઉદ્યોગોના બળતણ તરીકે વપરાતા કોલસા અને રોલિંગ મિલ માટે લોખંડ સહિતની ધાતુઓની હેરફેર માટે ઇ-વૅ બિલ લેવાની સિસ્ટમ ન દાખલ કરવાની માગણી પણ કરવામાં આવી છે. વેટ એક્ટ હેઠળ ૧૯ કોમોડિટીમાં વેરાની ચોરી મોટી થતી હોવાનું ધ્યાનમાં આવતા તે તમામને માટે ઈ-વૅ બિલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Post Comments