Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવ: દારૃના કેસમાં આરોપીને નહીં પકડવા ૫૦ હજાર પડાવનારા કોન્સ્ટેબલો ઝડપાયા

- દારૃનો જથ્થો પકડાયો ત્યારે મહિલા પાસેથી રૃા. ૩૦ હજાર લીધા ઃ ૨૦ હજાર લેવા જતાં એસીબીની ટ્રેપમાં પકડ

અમદાવાદ,તા.16 મે 2018,બુધવાર

દારૃબંધીના કાયકાનો પોલીસ ભરપુર લાભ ઉઠાવી રહી છ. દારૃના કેસમાં મહિલાને નહી પકડવા માટે રૃા. ૫૦ પડાવનારા બે પોલીસ વાળા ઝડપાયા હતા. જેમાં ખાસ કરીને દારૃનો જથ્થો પકડાયો ત્યારે ૩૦ હજાર લીધા હતા અને બીજા ૨૦ હજાર લવા જતાં એસીબીના છટકામાં સપડાયા હતા.

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫ દિવસ પહેલાં ૬૪ લીટર દેશી દારૃના જથ્થા સાથે મહિલા પકડાઇ હતી. આ કેસ અંગે અસલાલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અનીલકુમાર દિનેશભાઇ ફરિયાદી બન્યા હતા. જ્યારે તેની તપાસ હેડ કોન્સ્ટેબલ બળદેવભાઇ જીવાભાઇ ચલાવી રહ્યા હતા. દારૃ પકડાયો તે સમયે મહિલાને હેરાનગતિ નહી કરવા માટે રૃા. ૩૦ હજાર પડાવ્યા હતા.ત્યારબાદ મહિલાને તાત્કાલીક નહી પકડવા માટે બીજા રૃા. ૨૦ હજારની માંગણી કરી હતી.

જેને લઇને મહિલાએ શાહીબાગ એસીબી કચેરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ પાંચ દિવસ સુધી કોન્સ્ટેબલોની વોચ ગોઠવી હતી, જો કે આજે બપોરે બન્ને આરોપીઓ ૨૦ હજાર લેવા આવવાનો વાયદો કર્યો હતો, એસીબીએ અસલાલી ચાર રસ્તા પાસે છટકુ ગોઠવ્યું હતું અને રૃા. ૨૦ હજાર લીધા બાદ ગંધ આવી જતાં નાસી છૂટવાનો પ્રયાસ કરનારા બે પોલીસ વાળાને ઝડપી પાડયા હતા અને તેઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૯૮ની કલમ ૭,૮, ૧૩(૧)(ડી) ૧૩(૨) તથા ૧૫ મુજબ ગુનો નોધવામાં આવ્યો હોવાનું એસીબીના ડીવાયએસપી, ડી.પી.ચૂડાસમાએ જણાવ્યું હતું.

Post Comments