Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુમનદીપ વિદ્યાપીઠના મનસુખ શાહના જામીન ફગાવાયા

-૨૦ લાખની લાંચના કેસમાં

-જામીન પર છૂટવા માટ હાઇકોર્ટમાં અરજી કરી હતીઃ પાંચ માસથી જેલમાં છે

અમદાવાદ,તા.10 ઓગસ્ટ 2017, ગુરૂવાર

વીસ લાખની લાંચના કેસમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહે જામીન પર છૂટવા માટે કરેલી અરજી હાઇકોર્ટે આજે ફગાવી દીધી હતી. આરોપી સામે ગંભીર પ્રકારનો પ્રથમદર્શીય કેસ છે તેવી સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇ આરોપીને જામીન જામીન પર છોડવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.

વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં સંચાલક મનસુખ શાહે આ અગાઉ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે નામંજૂર કરી હતી અને આથી તેમણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી છે. મનસુખ શાહ સામે રૃા.૨૦ લાખની લાંચ લેવાનો કેસ છે. એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના વાલી પાસેથી રૃા.૨૦ લાખની લાંચની રકમ માગવામાં આવી હોવાની ફરિયાદના આધારે લાંચ રૃશ્વત વિરોધી દળે છટકુ ગોઠવ્યું હતું અને તા. ૨૮-૨-૨૦૧૭ ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તા.૬-૩-૨૦૧૭ થી તેઓ જેલમાં છે. તેમની વિરૃધ્ધ કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી છે. તેમણે જામીન પર છૂટવા માટે કરેલી અરજી આજે હાઇકોર્ટે નામંજૂર કરી છે.

Post Comments