Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદી-મેહૂલ ચોકસીની કંપનીઓમાં બેન્કોના વધુ રૃ.૧૦,૫૦૦ કરોડ ફસાયા

- પંજાબ નેશનલ બેંકના MD અને CEO સુનિલ મહેતા કહે છે

- આઈસીઆઈસીઆઈ બૅન્કના વડપણ હેઠળ રચાયેલા કોન્સોર્ટિયમે ગીતાંજલિ જ્વેલર્સને રૃા. ૮૦૦૦ કરોડનું અને ફાઈવ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 7 એપ્રિલ, 2018, શનિવાર

નિરવ મોદી અને મેહૂલ ચોકસીને લેટર ઑફ અન્ડરટેકિંગ આપીને આચરવામાં આવેલા રૃા. ૧૨,૬૦૦ કરોડના કૌભાંડ ઉપરાંત બૅન્કોના કોન્સોર્ટિયમે ગીતાંજલિ જ્વેલર્સને આઈસીઆઈસીઆઈ બૅન્કના નેતૃત્વમાં રૃા. ૮૦૦૦ કરોડનું બીજું ધિરાણ કરેલું છે. તેમાં પણ પંજાબ નેશનલ બૅન્કે રૃા. ૧૦૦૦ કરોડનો ફાળો છે. આ જ રીતે ફાઈવ સ્ટાર ડાયમંડને પણ કોન્સોર્ટિયમે રૃા. ૨૫૦૦ કરોડનું ફાઈનાન્સ આપેલું છે. તેમાં પણ રૃા. ૫૦૦ કરોડનું ફાઈનાન્સ પંજાબ નેશનલ બૅન્કનું છે.

સ્ટોકની સિક્યોરિટી સામે કોન્સોર્ટિટમના માધ્યમથી આ ધિરાણ કર્યું હોવાનું ગુજરાત સમાચારના પ્રતિનિધિને શનિવારે આપેલા વ્યક્તિગત ઇન્ટરવ્યુમા પંજાબ નેશનલ બૅન્કની એક બ્રાન્ચના સ્ટાફ સાથેની મિલીભગતમાં કરવામાં આવેલા રૃા.૧૨,૭૦૦ કરોડના ફ્રોડ ઉપરાંતનુ આ ધિરાણ હોવાનું પણ પંજાબ નેશનલ બૅન્કના એમ.ડી. અને સી.ઈ.ઓ. સુનિલ મહેતાએ જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે નિરવ મોદી અને મેહૂલ ચોકસીના ગુ્રપને અલગથી ક્રેડિટ ફેસિલિટી કોન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી છે. તેની સામે તેમની પાસેથી કાયદેસર લેવાની થતી ગેરેન્ટી, મિલકત મોર્ટગેજ લેવામાં આવી હતી. સ્ટોકના હાઈપોથિકેશન સામે આ ધિરાણ કરવામાં આવ્યું હતું.

જોકે આ ધિરાણના સ્ટેટસ અંગે તેમણે કોઈ જ સ્પષ્ટતા કરી નહોતી. પરિણામે પંજાબ નેશનલ બૅન્ક અને કોન્સોર્ટિયમના હિસ્સારૃપ અન્ય બૅન્કોના બીજા રૃા. ૧૦,૫૦૦ કરોડ ડૂબી રહ્યા હોવાનું તારણ કાઢી શકાય છે. જોકે આા ક્રેડિટ ફેસિલિટી રૃા. ૧૨,૭૦૦ કરોડના ફ્રોડ સિવાયની રકમ હોવાનું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. નિરવ મોદી અને મેહૂલ ચોકસી દેશ છોડીને ફરાર થઈ ગયા હોવાની આ સ્થિતિને જોતાં કોન્સોર્ટિયમના રૃા. ૧૦,૫૦૦ કરોડ પણ પાછા આવે કે તે અંગે આશંકા છે. તેમણે મોર્ટગેજ લીધેલી વસ્તુઓમાંથી આ રકમ રિકવર થશે કે નહિ તે પણ એક સવાલ જ છે.

તેમણે જણાવ્યું હતું કે એલઓયુ-લેટર ઑફ અન્ડરટેકિંગ ઇશ્યૂ કરનારાઓએ બૅન્કમાં તે વિગતો ઓનલાઈન અપલોડ જ કરી ન હોવાથી કોઈના ધ્યાનમાં રૃા. ૧૨,૭૦૦ કરોડનું કૌભાંડ ધ્યાનમાં જ આવ્યું નહોતું.

પંજાબ નેશનલ બૅન્ક સ્વિફ્ટ (આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વહેવાર કરતી સિસ્ટમ) અને સીબીએસ (કોર બૅન્કિંગ સર્વિસ)ને એક બીજા સાથે જોડી દેવાની કામગીરી ત્રીજી એપ્રિલથી આરંભી દેવાઈ છે. ૩૦મી એપ્રિલ સુધીમાં આ કામગીરી પૂરી થઈ જશે.

પંજાબ નેશનલ બૅન્કના થાપણદારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે અમે ગયા વર્ષ દરમિયાન ૧૨૦૦૦ કરોડની નવી મૂડી લાવ્યા છે.  તેમાંથી રૃા. ૫૦૦૦ કરોડ અમે ક્યૂઆઈબી-ક્વોલિફાઈડ ઇન્સ્ટિટયૂશનલ બાયર્સ મારફતે મેળવ્યા છે. રૃા. ૧૩૦૦ કરોડ અમે પંજાબ નેશનલ બૅન્કની એક સબસિડિયરીના શેર્સ વેચીને તેમાંથી લાવ્યા છીએ. તેમ જ ભારત સરકારે બૅન્કોની એનપીએ વધતા આપેલા રૃા. ૨.૧૧ લાખ કરોડમાંથી પંજાબ નેશનલ બૅન્કને ફાળે રૃા. ૫૪૭૬ કરોડ આવ્યા છે. તદુપરાંત પંજાબ નેશનલ બૅન્કે ત્રણ ત્રિમાસિક ગાળામાં કરેલા રૃા. ૧૧૦૦ કરોડનો નફો પણ નવી મૂડી તરીકે તેમાં ઉમેરવામાં આવ્યો છે.

Post Comments