Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીકોમ સેમ.૧માં ૩૩ હજારથી વધુ નાપાસ થતા ગ્રેસિંગની વિચારણા

-ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં

-માત્ર ૨૬ ટકા રીઝલ્ટ આવતા ડીન,કોઓર્ડિનેટરને બોલાવી કેટલુ ગ્રેસિંગ આપવુ તે નક્કી કરાશે

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

બીકોમ સેમેસ્ટર.૧માં આ વર્ષે ૩૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ત્યારે યુનિ.એ ગ્રેસિંગ આપવાની વિચારણા હાથ ધરી છે.યુનિ.દ્વારા ડીન,કોઓર્ડિનેટરની બેઠક બોલાવીને કેટલુ ગ્રેસિંગ આપવુ તે નક્કી કરાશે.

આ વર્ષે ગુજરાત યુનિ.માં બીકોમના ત્રણેય સેમેસ્ટરનું પરિણામ ખૂબ જ નબળુ આવ્યુ છે.બીકોમ સેમેસ્ટર ૫માં ૨૩ હજારથી વધુ, સેમસ્ટર ૩માં ૨૮ હજારથી વધુ અને સેમેસ્ટરમાં ૧ તો ૩૩ હજારથી વધુ નાપાસ થયા છે.ેજમાં રેગ્યુલરનું પરિણામ ૨૬ ટકા જેટલુ ખૂબ જ નબળુ આવ્યુ છે.જેથી યુનિ.ને ગ્રેસિંગ આપવાની ફરજ પડી છે.

ઈ.કુલપતિના જણાવ્યા અનુસાર કોમર્સના ડીન તથા વિષય કોઓર્ડિનેટરો અને પેપર તપાસનારાઓની બેઠક બોલાવવામા આવશે અને કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ નાપાસ છે તેના આંકડા તપાસીને તથા કેટલા વિદ્યાર્થીઓને કેટલે સુધી ગ્રેસિંગ આપવુ તે નક્કી કરવામા આવશે.અંદાજે બીકોમ સેમેસ્ટર ૧ના તમામ વિદ્યાર્થીઓને ૫થી૭ માર્કસનું ફ્લેટ ગ્રેસિંગ આપીને પરિણામ વધુ લાવવાનો પ્રયાસ કરવામા આવશે.

Post Comments