Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નલિયા દુષ્કર્મ બાદ ભાજપમાં બીજી શરમજનક ઘટના બની

- તપાસ કરીને પગલાં લેવાશે : ભાજપ

- દિલ્હીની મહિલા વકીલે ભાજપના સાંસદ કે.સી. પટેલ વિરુધ્ધ કોર્ટમાં દુષ્કર્મની ફરિયાદ લખાવતાં ખળભળાટ

અમદાવાદ, તા.28 એપ્રિલ, 2017, શુક્રવાર
 
સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જણાવનારા નલિયા દુષ્કર્મકાંડની અંદર ભાજપમાં કેટલાક નેતાઓ-આગેવાનોની સંડોવણી બહાર આવી હતી. હવે ફરીથી ભાજપના વલસાડના સાંસદ સભ્ય કે. સી. પટેલ સામે દિલ્હીની મહિલા વકીલે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટ ખાતે દુષ્કર્મની ફરિયાદ લખાવતાં ભારે ચકચાર જાગી છે. કોર્ટે પોલીસ પાસેથી ૧૨ મી મે સુધીમાં તપાસ કરી રીપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.
 
નલિયા દુષ્કર્મના મુદ્દે કોંગ્રેસે વિધાનસભાનાં બજેટ સત્રમાં ભારે ધાંધલ ધમાલ કરી ગૃહની કામગીરીને ખોરવી નાખી હતી. વારંવારની માગણી બાદ સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળની તપાસ સમિતિ નિમવાનું નક્કી કર્યા બાદ તે મામલો ઠંડો પડયો હતો. હવે ફરીથી દુષ્કર્મની ફરિયાદ ભાજપનાં વર્તમાન સાંસદ પર થઇ છે.
 
આ વર્ષે ચૂંટણીનું છે. આવા સમયે ભાજપમાં દુષ્કર્મ જેવી શરનજનક ઘટનાઓ બહાર આવી રહી હોઈ દિલ્હીનું ભાજપ હાઇકમાન્ડ પણ નિશ્ચિંત બન્યું છે. વલસાડના ા સાંસદ સામે ભૂતકાળમાં પણ સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો હતો. તેઓ વલસાડ કે ગુજરાતની પ્રજાના હિતનો એક પણ પ્રશ્ન સંસદમાં ઉઠાવી શક્યા નથી. આ અંગે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા કહે છે કે, જો ખરેખર આવું દુષ્કૃત્ય થયું હોય તો ગંભીર બાબત છે. તપાસ કરી નેતાગીરી પગલા લેશે.

Post Comments