Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'અમારી આંખના આંસુ તમારી આંખમાં આવ્યાં, કહો કે આંખ બદલાઈ કે આંસુ ?'

- નટેશ્વર જેનો હાથ પકડે એ જ સ્ટેજ પર આવી શકે નહીતર નહીં

- જેમનામાં નાટય ટેલન્ટ હોય એમણે કારકિર્દીનો બીજો વિકલ્પ શોધવો જ ન જોઈએ : રસિક દવે

ગુજરાત સમાચાર અને આઇએનટીએ યુવા કલાકારો માટે બુઝાઈ રહેલી મીણબત્તીને જ્યોત આપીને કારકિર્દીનું નવું અજવાળું પાથર્યું છે : અરવિંદ રાઠોડ
અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ગુજરાત સમાચાર અને આઇએનટી મુંબઈ આયોજીત ૩૦મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટય સ્પર્ધાના વિજેતા કલાકારોને પારિતોષિકો અર્પણ કરતા રંગમંચ, સિરીયલ્સ અને ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રી રસિક દવેએ જણાવ્યું હતું કે, નાટકનું વિશ્વ અદ્ભુત છે અને જેમનામાં આ ટેલેન્ટ હોય એણે કારકીર્દીનો બીજો વિકલ્પ શોધવો જ ના જોઈએ. તખ્તો હંમેશા અપ્રતિમ પ્રતિભાને આવકારે છે. આ પ્રતિભા બધામાં નથી હોતી. ગુજરાત સમાચાર અને આઇએનટીની આ સ્પર્ધાના સુંદર નાટકો જોઈને મને ૧૯૭૦ની મુંબઈની આઇએનટીની ઇન્ટર કોલેજીયટ નાટય સ્પર્ધાના દિવસો યાદ આવી ગયા. આવી જ ભીડ, ઉત્સાહ અને માહોલ. અમે પણ તેમાં જ ભાગ લઈને આગળ આવ્યા. મને મેડિકલમાં એડમિશન ન મળ્યું મુંબઈમાં, તો મારા પિતાએ કહ્યું કે બહાર લઈ લઈએ. પરંતુ મેં કહ્યું કે હું નાટકો જ કરીશ. થોડો સમય લાગશે આગળ વધતા પરંતુ મારી અંદરનો અવાજ હવે આ જ છે.

ગુજરાત સમાચાર અને આઇએનટીની આ સ્પર્ધાના નાટકો જોઈને મને બહુ આનંદ અને સંતોષ થયો છે. તમને આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું છે, તો હવે મુંબઈ આવીને સુંદર નાટકો કરો. અત્યંત ટાઇટ શીડયુલ વચ્ચે અહીં આવીને મને જબરજસ્ત સંતોષ થયો છે. મારું સૂચન છે કે આ કલાકારોએ ફૂલલેન્થ નાટકો કરવા જોઈએ હવે. નાટયક્ષેત્રે આવી વિપુલ તકો આપીને કલાકારોને નવી કારકીર્દિનો ખોળો વિકસાવવા બદલ હું ગુજરાત સમાચારનો વિશેષ આભાર માનું છું.

આ પ્રસંગે અતિથિ તરીકે આવેલા ગુજરાતી ફિલ્મો અને તખ્તાના જાણીતા અભિનેતા શ્રી અરવિંદ રાઠોડે અત્યંત પ્રેરણાદાયી વાત કરતા કહ્યું, 'અમારી આંખના આંસુ તમારી આંખમાં આવ્યા. કહો કે આંખ બદલાઈ કે આંસુ બદલાયા ? ભગવાન શંકર નટેશ્વર, અર્ધનારેશ્વર હાથ પકડીને લાવે તો જ સ્ટેજ પર આવી શકાય, નહીંતર ના અવાય. એમના આશીર્વાદ બહુ ઓછાને મળે છે અને એ આશીર્વાદનું આ ગુજરાત સમાચાર અને આઇએનટીનું તપ છે ૩૦ વર્ષથી તમારા માટે. અહીં નાટકો જોયા પછી લાગ્યું કે આ વર્ષોમાં હું વચ્ચે આવ્યો હોત તો કેટલું સારું હોત.

તમને ખબર નહી હોય પરંતુ હું ગુજરાત સમાચારનું બોર્ન એન્ડ બ્રોટ અપ બેબી છું. ૧૯૬૩માં શેઠ શ્રી શાંતિભાઈ શાહ, શશિકાન્તભાઈ નાણાવટી, કે. પી. શાહ અને સનત ઝવેરીએ મને રિપોર્ટર તરીકે મુંબઈ મોકલ્યો, ચિત્રલોકમાં લખવા માટે ત્યારથી મારી કારકીર્દી શરુ થઈ અને આજે કલાકાર તરીકે જે સ્થાન મેળવ્યું છે એનો પાયો ગુજરાત સમાચાર છે. શ્રેયાંસભાઈ અને આઇએનટીએ યુવા કલાકારો માટે એ વખતે બૂઝાઈ રહેલી મીણબત્તીને આ સ્પર્ધાની જે જ્યોત અડાડીને અજવાળું પાથર્યું છે એમાં કેટલાય કલાકારોની કારકીર્દીમાં ઉજાસ પ્રગટયો છે.

ગુજરાતી તખ્તા અને કલાકારોનું શું વજુદ અને ગજુ હતું એની વાત કરું તો, પ્રવીણ જોશીના આઇએનટીના નાટકો જોવા દિલીપકુમાર અને સાયરાબાનુ પણ આવતા હતા, જે પ્રવીણભાઈના ખાસ દોસ્ત હતા. 'સંતુ રંગીલી' અને 'કુમારની અગાસી' એટલા હીટ જતા કે એકવાર દિલીપકુમાર અને સાયરાબાનુ અચાનક જોવા આવ્યા ત્યારે જગ્યા જ નહોતી અને પ્રવીણભાઈએ એમના માટે વિશેષ ખુરશીઓ મુકાવેલી. પ્રવીણભાઈનું પરફોર્મન્સ અને લોકપ્રિયતા જોઈને દિલીપકુમારે કહેલું, 'પ્રવીણ તું બીસ સાલ પહલે હોતા તો દિલીપકુમાર નહી હર જગહ પે પ્રવીણ જોશી હી હોતા.'

આજે હું મારી નવી ફિલ્મ 'ટેન્શન થઈ ગયું'ના પ્રમોશન માટે આવેલો અને શ્રેયાંસભાઈ મને અહીં લઈ આવ્યા, ત્યારે અહીંના પરફોર્મન્સને જોઈને લાગ્યું કે, અમારી ખોવાયેલી તાળીઓની શોધ અહીં પૂરી થઈ છે. આજે એ વાત પણ હું નહી ભૂલું કે, આજે હું જે છું તેમાં મારી સાથી પદ્મારાણીનો અમૂલ્ય ફાળો છે.

ત્રણ નિર્ણાયકો વતી પોતાનું ઓબ્ઝર્વેશન રજૂ કરતા સમર્થ અભિનેતા અને દિગ્દર્શક શ્રી અરવિંદ વૈદ્યે કહ્યું, 'સ્પર્ધામાં ક્રમાંક એ જે તે દિવસના કલાકારના પરફોર્મન્સના આધારે હોય છે, એટલે કોઈ વધુ સારું કે કઈ ખરાબ હોતું જ નથી. બસ ધગશ હોવી જોઈએ ઉત્તરોત્તર વધુ સારું કરવાની એકવાર સર લોરેન્સ ઓલીવીયર 'હેમ્લેટ'નો શો પૂરો થઈ ગયા પછી એક કલાક રૃમમાં ભરાઈ ગયા અને એક કલાક પછી રડેલી આંખે બહાર આવ્યા. બધાએ કારણ પૂછ્યું તો કહ્યું, 'આજના જેવું પરફોર્મન્સ હું કાલે કરી શકીશ કે નહીં તેનું આંતરિક મંથન ચાલતું હતું.''

આ સ્પર્ધાના ૩૦ વર્ષની ભવ્ય યાત્રા અંગે જીએસટીવી નિર્મિત પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ લિખિત, રાકેશ સોમાણી દિગ્દર્શિત ફિલ્મ 'નાટક કેરી મોસમ છલકે' દર્શાવવામાં આવી હતી. જેમાં વિવિધ કલાકારોએ પોતાની સફળ કારકિર્દીમાં આ સ્પર્ધાના પાયાના પ્રદાનને દિલથી યાદ કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી અરવિંદ વૈદ્ય, રાજુ બારોટ અને આરતી પટેલે સેવાઓ આપી હતી. જ્યારે સ્પર્ધાનું સંચાલન શ્રી કિશોર પાઠક અને મંચ સંચાલન પ્રિ. શ્રી. સુભાષ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગંભીર વિષયોની સુંદર માવજત
નાટય સ્પર્ધામાં યુવા લેખકો દ્વારા સમાજના સળગતા પ્રશ્નોને જે ગંભીર માવજત અને કોઈ પૂર્વગ્રહ વિના સુંદર રીતે રજૂઆત કરવામાં આવે છે એ આ સ્પર્ધાના આત્માને ઉજાગર કરે છે. સ્પર્ધાના વિજેતા નાટક 'ઉર્ફે આલો' અનામત આંદોલનના સળગતા પ્રશ્નોને લઈને આવ્યું હતું, જેમાં બંને પક્ષની વાત એટલી તટસ્થતાથી રજૂ કરાઈ હતી કે, ક્યાંય કોઈની તરફદારી કે ટીકા ન લાગે. ગટરના સફાઈ કામદારની રોજીંદી વિડંબના, આ વારસાગત કામગીરી છોડીને ઉચ્ચ કારકિર્દી બનાવવા મથતા એના યુવાન પુત્રની સ્ટ્રગલ, અંતે સફાઈ કરતા મોતને ભેટતા સફાઈ કામદારની સ્મશાન યાત્રા અને એ જ વખતે સવર્ણ અનામતની માગણી સાથે નીકળેલું સરઘસ તથા કુટુંબની જવાબદારી સંભાળવા કામદારના યુવાન પુત્રને વારસાઈની કામગીરી સાથે પોતાના સ્વપ્નની કારકીર્દી બનાવવા નવી મહેનતનો સંકલ્પ. આવા અનેકવિધ વિષયોને લીધે આ નાટય સ્પર્ધાઓએ એક આગવી કક્ષા મેળવી છે.

શ્રેષ્ઠ એકાંકીની ગુજરાત સમાચાર ટ્રોફી એચ.કે. કોલેજ જીતી ગઈ
દ્વિતીય શ્રેષ્ઠ એકાંકી એચ.એલ. કોમર્સનું 'ટીમલી' તૃતીય શ્રેષ્ઠ ગુજરાત આર્ટ્સ-સાયન્સ કોલેજનું 'સતિ'
શ્રેષ્ઠ એકાંકીનો રૃા. ૧૦,૦૦૦નો દામુભાઈ ઝવેરી પુરસ્કાર તથા ગુજરાત સમાચાર વિજયપદ્મ 'ઉર્ફે આલો' એકાંકી માટે એચ.કે. આર્ટ્સ કોલેજને ફાળે ગયો હતો. દ્વિતીય શ્રેષ્ઠ એકાંકીનો રૃા. ૭,૫૦૦નો શશિકાન્ત નાણાવટી પુરસ્કાર 'ટીમલી' એકાંકી માટે એચ.એલ. કોલેજ ઓફ કોમર્સને તથા તૃતીય શ્રેષ્ઠ એકાંકીનો રૃા. ૪,૫૦૦નો પુરસ્કાર 'સતિ' માટે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને ફાળે ગયો હતો. શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ મૌલિક એકાંકીના લેખકનો રૃા. ૨૫૦૦-૨૫૦૦નો પુરસ્કાર એચ.કે. આર્ટ્સના 'ઉર્ફે આલો' માટે મૌલિક શ્રીમાળીને મળ્યો હતો.
અભિનય શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા-શ્રેષ્ઠ અભિનેત્રીનો રૃા. ૧૫૦૦-૧૫૦૦નો પુરસ્કાર અનુક્રમે નિલેશ પરમારને 'ઉર્ફે આલો' માટે તથા ઐર્શ્વી સોનીને 'ફર્સ્ટ ક્લાયન્ટ' માટે મળ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતા તથા અભિનેત્રીનો રૃા. ૧૦૦૧-૧૦૦૧નો પુરસ્કાર કરણ જોષીને 'ઉર્ફે આલો' માટે અને ભ્રાંતિ ઠાકરને 'ટીમલી' માટે મળ્યો હતો. તૃતીય શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો રૃા. ૭૫૧-૭૫૧નો પુરસ્કાર પરીક્ષિત ટમાલિયાને 'અશ્વત્થામા' માટે તથા જિજ્ઞાાસા સોલંકીને 'મેં ગણદેવીનો ગલો' માટે મળ્યો હતો. શ્રેષ્ઠ હાસ્ય કલાકારનું રૃા. ૧૫૦૦નું બકુલ ત્રિપાઠી ઇનામ 'સતિ' માટે નંદિની વ્યાસને મળ્યું હતું. આ ઉપરાંત ફાઈનલમાં પ્રવેશેલી અન્ય ત્રણ કોલેજો એસ.એમ. પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ, જી.એલ.એસ. (એમઆર પરીખ) ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ અને જે. ઝેડ. શાહ એમ.વી. દેસાઈ કોમર્સ કોલેજ (અમરેલી)ને રૃા. એક-એક હજારનું આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું.

Post Comments