જૂની સાડીઓ ફેંકાવાને બદલે આ રીતે કરો ઉપયોગ.
મહિલાઓ પાસે ઘણી સાડીઓ કાં તો ખૂબ ભારે હોય છે અથવા ખૂબ જ સાદી હોય છે, જે લાંબા સમય બાદ પહેરવી ગમતી નથી. જો તમારી પાસે પણ આવી કેટલીક સાડીઓ હોય તો તેને નકામી ન ગણો અને આ હેક્સથી તેનો બીજી રીતે ઉપયોગ કરી લો.
આજે તમને જણાવીશું કે તમે જૂની સાડીઓનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
તમે જૂની સાડીઓમાંથી રંગબેરંગી કુશન કવર બનાવીને તમારા ઘરને વાઇબ્રન્ટ લુક આપી શકો છો.
જૂની ભારે સાડીઓમાંથી તમારા ઘર માટે પડદા પણ બનાવી શકો છો, આ તમારા ઘરને ખૂબ જ શાહી દેખાવ આપશે.
તમે ઘરે પડેલી જૂની સાડીઓમાંથી વિવિધ પ્રકારની બેગ્સ પણ બનાવી શકો છો, જે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે.
જૂની સાડીઓમાંથી વિવિધ પ્રકારના ટેબલ ક્લોથ પણ બનાવી શકો છો.
તમે જૂની સિલ્ક સાડીઓમાંથી પોટલી બેગ બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે આવી બેગ બનાવીને પણ વ્યવસાય કરી શકો છો.
તમે તમારી સાડીમાંથી સ્કાર્ફ અથવા દુપટ્ટા પણ બનાવી શકો છો. તેમની સુંદરતા વધારવા માટે તમે લેસ અથવા પોમ પોમ્સનો ઉપયોગ કરી શકો છો.
મોટાભાગની સ્ત્રીઓ જૂની સાડીઓમાંથી ડોર મેટ્સ બનાવવાનું પસંદ કરે છે. ડોરમેટ બનાવવા માટે, કોટન અથવા જ્યોર્જેટ સાડીઓનો ઉપયોગ કરો.
જૂની સાડીમાંથી તમે કોઈ ડ્રેસ, શરારા, વનપીસ કે ચણિયાચોળી પણ બનવાઈ શકો છો.