જે વટાણાની છાલને આપણે કચરો સમજીએ છીએ, તે ખરેખર સ્વાસ્થ્ય માટે 'સુપરફૂડ'.
વટાણાની આ છાલમાં ભરપૂર કુદરતી ફાઈબર હોય છે, જે પેટ સાફ રાખવા અને ગેસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
વટાણાની છાલ ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તેને ખાવાથી પેટ લાંબો સમય ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ લાગતી નથી.
વટાણાની છાલ રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે, જેનાથી હૃદય સ્વસ્થ રીતે કાર્ય કરી શકે છે.
કેલ્શિયમ અને વિટામિન-કે(K)થી ભરપૂર વટાણાની છાલ હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.
વટાણાની છાલમાં રહેલા કેરોટીનોઈડ્સ આંખોના કોષોને સુરક્ષિત રાખે છે અને દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે.
વટાણાની છાલમાં રહેલા વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
વટાણાની છાલમાંથી કોપર, આયર્ન અને વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વો મળે છે જે એનર્જી અને લોહીના નિર્માણમાં મદદ કરે છે.
કેવી રીતે ઉપયોગ કરવો? તાજા છાલનું તમે શાકભાજી, ચટણી કે સૂપ બનાવીને તેને ડાયટમાં સામેલ કરી શકો છો.
રસોડાના કચરાને કિંમતી પોષણમાં બદલો. વધુ હેલ્થ ટિપ્સ માટે અમને ફોલો કરો!.