1.5 ટનના ACનું મહિનાનું બિલ કેટલું આવે? જાણી લો.

ઉનાળો શરુ થઈ ગાય છે, હવે એર કંડિશનર વગર રૂમમાં રહેવું લગભગ અશક્ય બની જશે.

સામાન્ય રીતે મધ્યમ કદના રૂમ માટે 1.5 ટનની ક્ષમતા ધરાવતું AC સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

અહીં આપણે 1.5 ટન ACના 3 સ્ટાર અને 5 સ્ટાર મોડલને ધ્યાનમાં રાખીને લાઈટ બિલનો હિસાબ લગાવીશું.

કોઈપણ ACના વપરાશથી માસિક ખર્ચ કેટલો વધશે, તે સીધું જ તેની પાવર રેટિંગ પર મહત્ત્વ રાખે છે.

જો તમે 5 સ્ટાર રેટિંગવાળું 1.5 ટન સ્પ્લિટ AC પસંદ કરો છો, તો તે દર કલાકે અંદાજે 840 વોટ(0.8kWh) વીજળી વાપરે છે.

ધારો કે તમે રોજ 8 કલાક AC ચલાવો છો, તો આ ગણતરી મુજબ દરરોજ કુલ 6.4 યુનિટ વીજળીનો વપરાશ થશે.

જો તમારા વિસ્તારમાં વીજળીનો દર 7.50 રૂપિયા પ્રતિ યુનિટ હોય, તો રોજનો ખર્ચ 48 રૂપિયા અને મહિનાનો ખર્ચ 1500 રૂપિયા થશે.

બીજી તરફ, 3 સ્ટાર રેટિંગવાળું 1.5 ટન AC દર કલાકે લગભગ 1104 વોટ(1.10 kWh) વીજળી વાપરે છે.

જો તેનો ઉપયોગ પણ 8 કલાક કરવામાં આવે, તો કુલ 9 યુનિટ વીજળી ખર્ચાઈ જશે.

આવા સંજોગોમાં એક દિવસનો ખર્ચ વધીને 67.5 રૂપિયા અને આખા મહિનાનું વીજળી બિલ આશરે 2,000 રૂપિયા સુધી આવશે.

More Web Stories