ઉનાળામાં આ 10 સુપરફૂડ ખાવાથી શરીરમાં જળવાઈ રહેશે ઠંડક.

કાકડી: આ સૌથી વધુ પાણીયુક્ત શાકભાજીમાંની એક છે. તેમજ તેમાં ભરપૂરમાત્રામાં ફાઈબર હોય છે.

તરબૂચ: લગભગ 90 ટકા પાણીથી બનેલું હોય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરને ઠંડું રાખે છે.

ડુંગળી: શરીરને ઠંડક આપવાની સાથે સનસ્ટ્રોક અને વિવિધ રોગોથી પણ બચાવે છે.

દહીં: તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે.

નાળિયેર પાણી: તે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે અને ઉનાળામાં શરીરને રોગોથી બચાવે છે.

ફુદીના: તે શરીરને ઠંડકની સાથે સાથે તાજગી પણ આપે છે. તેમજ ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત, આઈસ ટીનો સ્વાદમાં પણ વધારે છે.

એલોવેરા: તે શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. તેમજ સ્કીન માટે પણ ફાયદાકારક છે.

લીલા શાકભાજી: પાલક, બ્રોકોલી, કોબીજ, લેટસ જેવા શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.

ખાટા ફળ: નારંગી, લીંબુ, ગ્રેપફ્રૂટ જેવા ફળો હાઇડ્રેશન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે.

એવોકાડો: તે શરીરને હાઈડ્રેટ કરે છે તેમજ તેમાં રહેલ ગૂડ ફેટ અન્ય વિટામિન્સને સારી રીતે મેળવવા મદદ કરે છે.

More Web Stories