વારંવાર ઉછીના પૈસા માંગતા મિત્રોને આવી રીતે ના કહો.

કહેવાય છે કે પૈસો સારા-સારા લોકોની દાનત બગાડી શકે છે. ઘણીવાર મિત્રો કે સંબંધીઓને આપેલું ઉધાર પાછું નથી મળતું અને સંબંધોમાં કાયમી તિરાડ પડી જાય છે.

કોઈને પૈસા આપતા પહેલા પોતાનું બેલેન્સ ચેક કરો. જો બીજાની મદદ કરવા જતાં તમારું બજેટ ખોરવાતું હોય, તો સ્પષ્ટ કહી દો કે અત્યારે સગવડ નથી. પોતાને આર્થિક સંકટમાં મૂકીને ઉધાર આપવું યોગ્ય નથી.

જો કોઈ 2000 રૂપિયા માંગે, તો તેને માત્ર 1000 જ આપો. આ એક સાયકોલોજી છે. સામેની વ્યક્તિને લાગશે કે પૂરા પૈસાનો જુગાડ અહીંથી નહીં થાય, એટલે તે બીજી જગ્યાએ તપાસ કરશે અને તમે પણ સેફ ઝોનમાં રહેશો.

જો તમે સીધી 'ના' નથી કહી શકતા, તો કહો કે 'આ મહિને મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પહેલેથી નક્કી છે' અથવા 'મારું બજેટ થોડું ટાઈટ છે, એટલે મદદ કરવી મુશ્કેલ છે.' સ્પષ્ટતા રાખવી હંમેશા હિતાવહ છે.

તમારા જીવનમાં પૈસાની બાબતે અમુક નિયમો બનાવો. જો તમને ઉધાર આપવું પસંદ જ ન હોય, તો ધીમેથી પણ મક્કમતાથી તમારી આ સીમા જણાવી દો. તેનાથી ભવિષ્યમાં તે વ્યક્તિ ફરીથી તમારી પાસે પૈસા નહીં માંગે.

જ્યારે કોઈ ઉધાર માંગે ત્યારે થોડો સમય માંગો. હું ચેક કરીને જણાવું એમ કહેવાથી તમને વિચારવાનો સમય મળશે. બાદમાં તમે શાંતિથી કહી શકો છો કે તમારી પાસે અત્યારે એટલી રકમ ઉપલબ્ધ નથી.

કોઈને ના કહેવા બદલ દુઃખ થવું સ્વાભાવિક છે, પણ તેને મન પર ન લો. વિચારો કે જો પૈસા આપ્યા પછી પાછા નહીં મળે, તો તમે વધારે પરેશાન થશો. પોતાની મહેનતની કમાણી બચાવવી એ કોઈ ગુનો નથી.

ના કહેતી વખતે થોડી નમ્રતા રાખો. 'મને દુઃખ છે કે હું અત્યારે મદદ નથી કરી શકતો' જેવી લાઈનોનો ઉપયોગ કરો. આનાથી સામેની વ્યક્તિને લાગશે કે તમે મદદ કરવા ઈચ્છો છો પણ મજબૂર છો. આમ, પૈસા પણ બચશે અને સંબંધો પણ!.

More Web Stories