ઠંડીમાં ડૅન્ડ્રફથી છુટકારોમેળવવા અજમાવો 7 અસરકારક ઘરેલુ નુસખાઓ.

શિયાળામાં ખોડો (ડૅન્ડ્રફ) એક સામાન્ય અને ત્રાસદાયક સમસ્યા છે, જેના કારણે માથામાં સખત ખંજવાળ આવે છે. જો તમે આ સમસ્યાથી કંટાળી ગયા હોવ, તો આ કુદરતી નુસખા અજમાવીને રાહત મેળવી શકો છો.

દહીં અને મધ: થોડું દહીં અને 1 ચમચી મધ મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો. 30 મિનિટ પછી માથું ધોઈ લો. આ મિશ્રણ ખોડો ઘટાડવામાં મદદ કરે છે.

નાળિયેર તેલ અને લીંબુ: થોડું નાળિયેર તેલ ગરમ કરીને તેમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. આ મિશ્રણને માથામાં લગાવીને 30 મિનિટ પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આનાથી સ્કેલ્પને પૂરતું મોઇશ્ચરાઇઝેશન મળે છે.

મેથીના દાણા: 2-3 ચમચી મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે પીસી લો. આ પેસ્ટને માથામાં લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો. મેથી સ્કેલ્પની બળતરા ઘટાડે છે તેમજ ખોડો દૂર કરે છે.

એલોવેરા જેલ: ફ્રેશ એલોવેરા જેલ સીધું સ્કેલ્પ પર લગાવો અને 20–30 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી ખંજવાળ અને ડ્રાયનેસ ઓછી થાય છે અને વાળને ઠંડી સામે રક્ષણ મળે છે.

આમળા અને લીમડાનો પાઉડર: આમળાનો પાઉડર અને લીમડાનો પાઉડર સરખા ભાગે લઈને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ પર લગાવો. આ નુસખો વાળને મજબૂત બનાવે છે અને ખોડાને દૂર રાખે છે.

ટી ટ્રી ઓઇલ: તમારા શેમ્પૂમાં ટી ટ્રી ઓઇલના 3-4 ટીપાં ઉમેરીને વાળ ધોવા. તેના એન્ટિફંગલ ગુણોને કારણે ખોડો અને ખંજવાળમાં ઘટાડો થાય છે.

આહારમાં ધ્યાન: વાળ અને સ્કેલ્પને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ, મિનરલ્સ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. તમારા આહારમાં લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને પ્રોટીનનો સમાવેશ કરવાથી ખોડો ઓછો થાય છે.

More Web Stories