ડગલે ને પગલે સુંદરતા! પગપાળા ફરવા માટે દુનિયાના આ 5 સૌથી સુંદર શહેરો.
ગુંડોલા સવારી અને સુંદર નહેરો માટે જાણીતું ઈટાલીનું વેનિસ શહેર પગપાળા ફરવા માટે બેસ્ટ છે. અહીંની સાંકડી ગલીઓ અને નાના-મોટા પુલ પર ટહેલતા-ટહેલતા તમે આખા શહેરની રોનક માણી શકો છો.
જો તમારે શાંતિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવો હોય, તો જાપાનના સામોરા શહેરની ગલીઓ પરફેક્ટ છે. અહીં પગપાળા ફરતી વખતે તમે જાપાની સંસ્કૃતિને ખૂબ નજીકથી જોઈ અને અનુભવી શકશો.
બેલ્જિયમના બ્રુગ્સ શહેરની ગલીઓ જાણે કોઈ ફિલ્મનો સેટ હોય એટલી સુંદર છે. અહીંની આર્કિટેક્ચરલ સુંદરતા જોતા-જોતા પગપાળા ફરવું એ એક લ્હાવો છે.
સફેદ અને વાદળી રંગના મકાનો તેમજ સમુદ્રનો અદભૂત નજારો! ગ્રીસના સેન્ટોરિની સમુદ્રના કિનારે ચાલતા જવું એ દુનિયાના સૌથી સુંદર અનુભવોમાંનો એક છે.
કેનેડાનું ક્યુબેક સિટી એ એક ઐતિહાસિક શહેર છે. અહીંની પથ્થરોથી જડેલી જૂની ગલીઓમાં ફરવું તમને ઈતિહાસની યાદ અપાવશે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ જગ્યા જન્નત જેવી છે.