અમેરિકામાં પણ લગ્નોમાં 500થી 1000 મહેમાનો આવતા હશે?.
અમેરિકામાં ભારતની જેમ મોટા પાયે લગ્ન પ્રસંગો બહુ ઓછા જોવા મળે છે.
અમેરિકામાં લગ્ન સામાન્ય રીતે ખૂબ જ સાદી રીતે કરવામાં આવે છે.
લગ્નમાં સામાન્ય રીતે 20થી 60 મહેમાનોને જ બોલાવવામાં આવે છે.
ઘણીવાર તો લોકો માત્ર 20 મહેમાનોની હાજરીમાં પણ લગ્ન કરી લેતા હોય છે.
અમેરિકામાં મોટાભાગના લોકો પોતાના ઘરના પાછળના ભાગમાં(બેકયાર્ડમાં) લગ્નનું આયોજન કરે છે અથવા દરિયા કિનારે સનસેટ થીમ સાથે લગ્ન કરે છે.
ક્યારેક લોકો નાનો બેન્ક્વેટ હોલ પણ બુક કરી લેતા હોય છે.
અમેરિકામાં લગ્નને દેખાડા કે સ્ટેટસ સિમ્બોલ કરતા પોતાની પસંદ અને સુવિધાનો વિષય માનવામાં આવે છે.
લોકો લગ્નમાં સાદા કપડાં પહેરે છે અને સજાવટ પણ એકદમ સામાન્ય હોય છે.
લગ્નના ખર્ચની વાત કરીએ તો, ત્યાં સામાન્ય રીતે વર અને કન્યા પોતે જ બધો ખર્ચ ઉઠાવે છે.
ક્યારેક પરિવાર મદદ કરે છે, પરંતુ મોટાભાગનો ખર્ચ તેઓ જાતે જ કરે છે.