ફ્લાઇટમાં બેસવાથી ગભરામણ થાય છે? તો આ રીતે કરો દૂર.

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકોને ખૂબ ગભરામણ થાય છે. ખાસ કરીને જ્યારે પ્લેન ટેક-ઑફ કરે છે અથવા લેન્ડ કરે છે ત્યારે.

જો તમે પણ ફ્લાઇટમાં બેસવાથી એન્ગ્ઝાયટી અનુભવો છો, તો તેને દૂર કરવાની સરળ રીત તમને જણાવીશું.

જ્યારે તમે ફ્લાઇટમાં બેસો, ત્યારે તમારી પાસે થોડા સ્નેક્સ અને કોલ્ડડ્રિંક રાખો. ખાવા-પીવાથી તમારું મન તેમાં લાગેલું રહેશે.

આંખો બંધ કરી લો અને ઊંડો શ્વાસ લો અને બહાર કાઢો. બ્રીધિંગ કરવાથી પણ મન શાંત રહે છે.

તમારા મોબાઇલ ફોનમાં પહેલેથી જ કોઈ મૂવી ડાઉનલોડ કરી લો. ફ્લાઇટમાં બેસતી વખતે તેને જોવાનું શરૂ કરો.

જો તમને પુસ્તકો વાંચવાનો શોખ હોય, તો બુક રીડિંગ કરો. તેનાથી પણ તમારું મગજ શાંત રહેશે.

જો તમારી સાથે ફ્લાઇટમાં કોઈ હોય, તો તેની સાથે વાતચીત કરતા રહો. વાત કરવાથી એન્ગ્ઝાયટી ઓછી થશે.

જો તમને એન્ગ્ઝાયટીની સાથે ઉલ્ટી પણ થતી હોય, તો તમે કોઈ દવા લો અથવા ફ્લાઇટથી મુસાફરી ન કરો.

More Web Stories