ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપશે આ 8 દેશી વસ્તુઓ!.

ઉનાળામાં છાશ એ દરેક ઘરની પહેલી પસંદ છે. તે પ્રોબાયોટિકથી ભરપૂર છે, જે પેટને તરત જ ઠંડક આપે છે અને પાચનમાં સુધારો કરે છે.

કાચી કેરીમાંથી બનતું આ પીણું લૂ સામે રક્ષણ આપે છે. તે પરસેવા દ્વારા શરીરમાંથી ગુમાવેલા પોષક તત્વોને ફરીથી મેળવવામાં મદદ કરે છે.

સત્તુ એક પરંપરાગત સુપરફૂડ છે. સત્તુ પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

ફાઈબરથી ભરપૂર સબ્જા સીડ કુદરતી કૂલન્ટ છે. તેને પાણી કે શરબતમાં ભેળવીને પીવાથી શરીરની આંતરિક ગરમીમાં ઘટાડો થાય છે.

બિલા(વુડ એપલ) વિટામિન્સથી ભરપૂર હોય છે. તે ગરમીને કારણે થતી બીમારીઓ સામે લડે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

હાઈડ્રેશન માટે નાળિયેર પાણી બેસ્ટ નેચરલ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક છે. તે શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી.

ઉનાળામાં ખોરાકમાં દહીં લેવું અનિવાર્ય છે. તે પાચનશક્તિ વધારે છે અને પેટને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે.

ગુલાબની પાંખડીઓમાંથી બનેલું ગુલકંદ એસિડિટી ઘટાડવા અને શરીરની બળતરા ઓછી કરવા માટે રામબાણ ઈલાજ છે.

More Web Stories