ખાલી પેટે તુલસીના પાન ખાવાના 7 ફાયદા.
સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે, પાચનમાં સુધારે, ગેસ-એસિડિટીમાં રાહત આપે છે, મોંની દુર્ગંધ દૂર કરે, તણાવ ઘટાડે, બ્લડ સુગરને નિયંત્રિત કરે અને ત્વચા તેમજ વાળ માટે ફાયદાકારક છે.
તુલસીમાં એડેપ્ટોજેનિક ગુણધર્મો જોવા મળે છે, જે માનસિક તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે.
તુલસીનું નિયમિત સેવન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.
તુલસીમાં હાજર યુજેનોલ (Eugenol) કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સવારમાં ખાલી પેટે તુલસીના પાન ખાવાથી ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા ઓછી થાય છે.
તુલસીના પાંદડામાં એવા ગુણધર્મો જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
તુલસીમાં એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન સી અને ઝિંક હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તુલસીના પાન એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોથી ભરપૂર હોય છે, જે શ્વાસ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત અપાવે છે.