અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથે 400 વર્ષ જૂના મંદિરમાં કર્યા લગ્ન, નવી દુલ્હનની જુઓ તસવીરો.
બોલિવૂડની બિબ્બોજાન ઉર્ફે અદિતિ રાવ હૈદરી હવે એક્ટર સિદ્ધાર્થની દુલ્હન બની ગઈ છે. લગ્ન બાદ અભિનેત્રીએ હવે તેના બ્રાઈડલ લુકની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
અદિતિ અને સિદ્ધાર્થે માર્ચમાં સગાઈ કરી હતી અને હવે આખરે તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા છે.
અદિતિ અને સિદ્ધાર્થે બંનેએ પરંપરાગત રીતિ રિવાજ મુજબ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.
અદિતિ અને સિદ્ધાર્થનો વેડિંગ લૂક એકદમ સિમ્પલ છે. અદિતિએ વાળમાં ગજરા સાથે ગોલ્ડન કલરની સાડી પહેરી છે અને સિદ્ધાર્થ સફેદ રંગના કુર્તા અને ધોતીમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
લગ્ન બાદ અદિતિએ પોતાના બ્રાઈડલ લુકની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે તેની મહેંદી, પાયલ અને ગજરા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અદિતિ રોયલ પરિવારથી હોવા છતાં પણ તે પોતાના લગ્નમાં કોઈ હેવી મેકઅપ કે આઉટફિટ પસંદ કરવાના બદલે દક્ષિણ ભારતીય શૈલીમાં અત્યંત સાદગીમાં જોવા મળી હતી.
અદિતિએ લગ્ન માટે ખૂબ જ અનોખી મહેંદી લગાવી છે. અભિનેત્રીએ આખા હાથ પર નહીં પરંતુ માત્ર હથેળી અને ઉપરની બાજુએ ચંદ્રના ડીઝાઇનની મહેંદી લગાવી છે.
અદિતિએ પણ તેના પગ પર આ જ ડિઝાઇનની મહેંદી લગાવી છે. આ સિવાય અદિતિએ ગોલ્ડન એંકલેટ્સ સાથે પોતાનો બ્રાઈડલ લુક કમ્પ્લીટ કર્યો છે.
લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ હાજરી આપી હતી.