બોલિવૂડની 7 સુપરહિટ સસ્પેન્સ ફિલ્મો, જોઈને હચમચી જશો.
બોલિવૂડમાં દર વર્ષે અનેક ફિલ્મો બને છે, જેમાંથી કેટલીક હિટ થાય છે તો કેટલીક ફ્લોપ. પરંતુ કેટલીક સસ્પેન્સ ફિલ્મો એવી હોય છે જે તમને હચમચાવી દેશે.
જ્યારે તમે 'અંધાધૂન' જોવાનું શરૂ કરશો ત્યારે શરૂઆતમાં તે એક સામાન્ય વાર્તા લાગશે. પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધશે તેમ તેમ તમારું મગજ ચકરાવે ચડી જશે. તમે આ ફિલ્મને OTT પર જોઈ શકો છો.
આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર આ ફિલ્મ એક યુવતીના મોત સાથે જોડાયેલા કેસની આસપાસ ફરે છે. પરંતુ ફિલ્મની છેલ્લે એક એવું સસ્પેન્સ સામે આવે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.
સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોની વાત હોય અને 'દ્રશ્યમ'નું નામ ન આવે એવું તો બને જ નહીં. અજય દેવગણની આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને સસ્પેન્સ સાથે જકડી રાખશે.
જો તમે જોરદાર સસ્પેન્સ ફિલ્મ જોવા માંગતા હોવ તો 'બદલા' જરૂર જુઓ. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર આ ફિલ્મ અંતમાં એક ધમાકેદાર સસ્પેન્સ સાથે તમને ચોંકાવી દેશે.
વિદ્યા બાલનની ફિલ્મ 'કહાની' પણ સસ્પેન્સ-થ્રિલરથી ભરપૂર છે. ફિલ્મમાં એક ગર્ભવતી મહિલા તેના ગુમ થયેલા પતિની શોધ કરે છે અને અંતમાં એક મોટું રહસ્ય ખુલે છે.
પોશમ પા, કદાચ તમે આ ફિલ્મનું નામ નહીં સાંભળ્યું હોય, પરંતુ જ્યારે તમે તેને જોશો ત્યારે સ્તબ્ધ થઈ જશો. આ ફિલ્મમાં એવા વળાંકો આવશે જે તમારું મગજ હલાવી દેશે.
કાર્તિક કોલિંગ કાર્તિક ફિલ્મમાં પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહેતા એક અંતર્મુખી(introvert) છોકરાની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પણ ડગલે ને પગલે સસ્પેન્સ ભરેલું છે.