કંગનાથી લઈને કેટરિના સુધી આ અભિનેત્રીઓએ નિભાવી છે નેતાની ભૂમિકા.

મંડીથી સાંસદ બનેલા કંગનાએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત ફિલ્મ 'થલાઈવી'માં રાજનેતાનો રોલ ભજવ્યો હતો.

સૌમિક સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગુલાબ ગેંગ' ફ્લોપ રહી હતી પરંતુ તેમાં જૂહી ચાવલા અભિનીત રાજકારણીનો નેગેટિવ રોલની પ્રશંસા કરવામાં આવી હતી.

વેબ સિરીઝ 'સત્તા'માં રવિના ટંડનની રાજનેતાની ભૂમિકા લોકોને ખૂબ પસંદ પડી હતી.

સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર'માં રિચા ચઢ્ઢા લીડ રોલમાં જોવા મળી હતી.

મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સેમ બહાદુર'માં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં તો ફાતિમા સના શેખ ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી હતી.

વેબ સિરીઝ 'મહારાની'માં હુમા કુરેશી લીડ રોલમાં નજર આવી હતી. આ સિરીઝની ત્રણ સીઝન આવી છે, જે સફળ રહી છે.

પ્રકાશ ઝાની ફિલ્મ 'રાજનીતિ'માં કેટરીના કૈફે નેત્રીની ભૂમિકા ભજવી હતી જે સોનિયા ગાંધી પર આધારિત હતી.

More Web Stories